રીપોન્ટિંગ આનંદ ગુરવ.સુરત
સુરત, એમેઝોન ઇન્ડિયાએ આજે જાહેર કર્યું છે કે છેલ્લાં આઠ મહિનામાં સુરતમાં તેના ડિજિટલ કેન્દ્ર દ્વારા 700થી વધુ માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમને ડિજિટાઇઝ કરાઇ છે. એમેઝોન ડિજિટલ કેન્દ્ર બ્રિક એન્ડ મોર્ટાર રિસોર્સ સેન્ટર છે, જે એમએસએમઇને ઇ-કોમર્સના લાભો શીખવા તથા ડિજિટલ આંત્રપ્રિન્યોર બનવાની દિશામાં તેમની કામગીરી શરૂ કરવા માટે સહાય, સહયોગ અને સેવા પ્રાપ્ત કરવાની તક આપે છે. સુરતમાં ગત વર્ષે અમારું પ્રથમ ડિજિટલ કેન્દ્ર લોંચ કર્યું હતું, જેનો ઉદ્દેશ્ય એમએસએમઇને ડિજિટલ થવા માટે જરૂરી સપોર્ટ સિસ્ટમ પ્રદાન કરવાનો છે. અમને જણાવતાં ખુશી થાય છે કે અમે સુરત અને આસપાસના વિસ્તારોની એમએસએમઇ તરફથી ખૂબજ સારો પ્રતિસાદ મેળવ્યો છે. અમે સ્થાનિક એમએસએમઇ સાથે અમારા સંપર્કથી ઘણું શીખી રહ્યાં છીએ, જેથી ડિજિટલ કેન્દ્ર ખાતે ઉપલબ્ધ સેવાઓના સમૂહને વધુ સક્ષમ કરી શકાય. આ પહેલ વર્ષ 2025 સુધીમાં 10 મિલિયન એમએસએમઇને ડિજિટલ રીતે સક્ષમ કરવાની દિશામાં મહત્વપૂર્ણ કદમ છે.
એમેઝોન ડિજિટલ કેન્દ્રથી સુરતમાં એમએસએમઇના ડિજિટાઇઝેશનને વેગ મળ્યો…
લોંચથી 700થી વધુ એમએસએમઇ ડિજિટાઇઝ થઇ….
સુરત, નવસારી, બારડોલી, કીમ, કોસંબા, અંકલેશ્વર અને ભરૂચની એમએસએમઇએ ગુજરાતમાં ડિજિટલ કેન્દ્રનો સહયોગ મેળવ્યો
એમએસએમઇને ડિજિટાઇ થવામાં મદદ કરવા એમેઝોને જુલાઇ 2021માં પ્રથમ ડિજિટલ કેન્દ્ર સુરતમાં સ્થાપ્યું હતું