Breaking NewsCrime

વલ્લભીપુરમાં ગેરકાયદે રેતી ભરેલી ટ્રક ઝડપાઈ

ચેકીંગ ટીમને જોતાં ડ્રાઈવર ટ્રક રેઢી મૂકીને ફરાર: 12 ટન ગેરકાયદે રેતી સાથે ટ્રક જપ્ત

સ્થાનિક તંત્રની મિલીભગતના કારણે ખનિજચોરોને મોકળું મેદાન

વલ્લભીપુર : તા ૨૯

વલ્લભીપુર અને આસપાસના વિસ્તારોમાં સ્થાનિક તંત્રની મિલીભગતને કારણે બેફામ ખનીજ ચોરી થઈ રહી છે. વર્ષે-દહાડે કરોડો રૂપિયાની ખનીજ ચોરીમાં અમુક અમલદારો, કર્મચારીઓ સામેલ હોવાની ઉઠેલી ફરિયાદને લઈને વલભીપુર-અમદાવાદ હાઈવે પર ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં રેતી ભરેલા એક ટ્રકને રોકી તપાસ હાથ ધરતા ડ્રાઈવર ટ્રક રેઢો મૂકી નાસી છૂટ્યો હતો. આથી ટ્રકની તલાશી લેતા ભરેલી રેતી પાસ-પરમીટ વગરની હોવાનું ધ્યાને આવ્યું હતું. આથી GJ.4.AT.6285 નંબરના ડમ્પર ટ્રકને ડિટેઇન કરવામાં આવ્યો હતો.

નવાગામ ઢાળ અયોધ્યાપુરમની બાજુમાં રેતીનું ડમ્પર ભરેલ વાહન ચેકિંગ માટે રોકાવતા ખેતર વાડી વિસ્તારમાં ડ્રાઈવર રેતી ભરેલી ગાડી મૂકીને નાસી ગયો હતો. ત્યારબાદ પોલીસ બંદોબસ્ત બોલાવીને કાયદેસર રીતે સીઝર હુકમ કરી ગાડી વલ્લભીપુર પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવામાં આવી હતી. ઉક્ત ટ્રકનું વજન કરતા આશરે ૧૨ ટન ગેરકાયદે રેતી હોવાનું માલુમ પડ્યું હતું. ગાડી નંબરના આધારે માલિક-ડ્રાઈવર સામે દંડ વસુલવાની કામગીરી ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવશે. ઉપરોક્ત ચેકિંગમાં વલભીપુર મામલતદાર બી.ટી. સવસાણી, સર્કલ ઓફિસર ચૌહાણ, નાયબ મામલતદાર દીવાનજી અને મામલતદાર ઓફિસ ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.  એહવાલ ધમેન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૮૩ કિ.રૂ.૬૧,૭૩૮/-નાં મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.…

પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી ડૉ.ભાર્ગવ ડાંગર દ્વારા ગોધરા તથા હાલોલની વ્યાજબી ભાવની દુકાનની તપાસ હાથ ધરાઇ

ગેરરીતિ બદલ દુકાનદારો પાસેથી કુલ રૂ. ૩૯૩૭૧/- જેટલી રકમનો દંડ વસુલ કરાયો એબીએનએસ,…

1 of 382

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *