Breaking NewsLatest

ધનસુરા નવોદય વિદ્યાલય ખાતે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ નું જીવંત પ્રસારણ નિહાળવા માં આવ્યું

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

વડાપ્રધાન નો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ વિદ્યાર્થીઓ એ નિહાળ્યો

ધનસુરા નવોદય વિદ્યાલય ખાતે વડાપ્રધાન ના પરીક્ષા પે ચર્ચા નું જીવંત પ્રસારણ નિહાળવા નો કાર્યક્રમ યોજાયો પરિક્ષા પે ચર્ચાની પ્રથમ આવૃત્તિ ૨૦૧૮ માં શરૂ કરવામાં આવી હતી જેને વિદ્યાર્થી સમુદાય દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો પરિક્ષા પે ચર્ચા એ ત્યારથી આયોજિત વાર્ષિક કાર્યક્રમ છે અને આ કાર્યક્રમ દરમિયાન માનનીય વડા પ્રધાન દેશભરના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતાપિતા સાથે વાર્તાલાપ કરે છે અને વિદ્યાર્થીઓને મૂલ્યવાન સૂચન પણ આપે છે.પસંદ કરાયેલા કેટલાક વિજેતાઓને ભારતના માનનીય પીએમ સાથે વાર્તાલાપ કરવાની અદ્ભુત તક મળે છે. આ કાર્યક્રમ ને લઇને આર.ઓ પુણે દ્વારા નવોદય વિદ્યાલય ના પ્રિન્સિપાલ પ્રવિંદ ક્રિષ્નન ની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી હતી ધનસુરા નવોદય વિદ્યાલય ખાતે વિવિધ જગ્યાએ આ કાર્યક્રમ નિહાળવા નું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર નરેન્દ્ર કુમાર મીણા ના માર્ગદર્શન હેઠળ નવોદય વિદ્યાલય ના પ્રિન્સીપાલ પ્રવિંદ ક્રિષ્નન ની દેખરેખ માં આ કાર્યક્રમ યોજાયો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 752

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *