Breaking NewsLatest

સુરત શહેરના સવજી કોરાટ બ્રીજ પાસે આવેલ ધર્મિષ્ઠા પાર્ક સોસાયટીમાં રેહતા તીર્થ નામના બાળકને વર્ષો જૂની ખેંચની બીમારી હતી જેનો ખર્ચ પરિવાર ઉપાડી શકે તેમ ન હતું જેને લઈને સોશિયલ મીડિયા મારફતે અપીલ કરવામાં આવતા પૂર્વ ધારાસભ્ય પ્રફુલ પાનશેરીયા અને તેમની ટીમ દ્વારા ઓપરેશનનો ખર્ચ સહીતની વ્યવસ્થા પૂરી પાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું

રિપોર્ટિંગ આનંદ ગુરવ.સુરત

            સુરત શહેરમાં અનેક દાતાઓ એવા છે જેને કોઈ પણ સમયે લોકોની મદદ માટે તૈયાર હોય છે સુરત શહેરમાં અનેક આફતો આવી જેમાં ગમે તેવી આફતોમાંથી સુરતના ધર્મ પ્રેમી અને દાનવીર લોકોએ મદદ કરી તેવી જ રીતે એક પરિવાર જે આર્થીક રીતે ખુબ પછાત હતું અને તેના દીકરાને ઓપરેશન માટે રૂપિયા ન હતા ત્યારે ભાજપના પૂર્વ ધારાસભ્ય પ્રફુલભાઈ પાનશેરીયા તેમની વ્હારે આવ્યા હતા અને તમામ મદદ પૂરી પાડી હતી સુરતના સીમાડા સવજી કોરાટ બ્રીજ પાસે આવેલ ધર્મિષ્ઠા પાર્ક સોસાયટીમાં રેહત રાજેશભાઈ ઠુમ્મરના દીકરા તીર્થને વર્ષો જૂની ખેંચની બીમારી હતી અને જેના ઈલાજ માટે રૂપિયા ન હતા જે બાબતે સોશિયલ મીડિયા મારફતે મદદ માટે બુહાર લગાવવામાં આવી હતી જેની નોંધ પૂર્વ ધારાસભ્ય પ્રફુલભાઈ પાનશેરીયાએ લીધી હતી અને તેમની ટીમ સાથે દીકરાના ઘરે જઈને મુલાકાત લીધી હતી અને સમાજના માંધાતાઓ ને અપીલ કરી હતી જેમાં તમામ લોકોએ યથાશક્તિ પ્રમાણે મદદ કરીને દાન આપ્યું હતું જેમાં જોતજોતામાં ૩ લાખ ૯૪ હજાર જેટલી માતબર રકમ એકથી થઇ ગઈ હતી સાથે પ્રફુલભાઈ દ્વારા ઓપરેશન માટે જવા આવવા કેરળ રાજ્યમાં તમામ સગવડ ઉભી કરી આપી હતી અને દીકરો તીર્થ સારો અને સ્વસ્થ થઇ જતા પરિવારના આંખમાં આંસુ આવ્યા હતા અને પ્રફુલભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો

સુરતના એક દીકરાને ગંભીર બીમારી થતા મદદની પુકાર

પરિવારે સોશિયલ મીડિયા મારફતે મદદ માંગી હતી

પૂર્વ ધારાસભ્ય પ્રફુલ પાનશેરીયા આવ્યા મદદે

તીર્થ નામના બાળકને  હતી ખેંચની બીમારી

ઓપરેશન માટે જરૂરી રૂપિયા ભેગા કરી પ્રફુલભાઈ બન્યા દેવદૂત

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *