પ્રદેશ કોંગ્રેસ યુવા નેતા સિહોરના જયરાજસિંહ મોરી દ્વારા જીતુભાઇ ના નિવેદન ને વખોડી કાઢતા સ્પષ્ટ વાત
તાજેતર માં જ સત્તા ના મદમાં ભાન ભૂલેલા અને એક જવાબદાર મંત્રી તરીકે નું અશોભનીય તથા હલકી કક્ષાનું નિવેદન કરી જીતુભાઇ વઘાણી એ પોતાના નિમ્ન માનસિક સ્તર નો પુરાવો આપ્યો છે. જીતુભાઈ એ ગુજરાત ના ખાનગી શાળા સંચાલકો થી ત્રાસી ગયેલ અસંખ્ય વાલીઓ ને સલાહ સુચન આપતા પહેલા પોતાના પુત્ર ને સંસ્કારો અને સલાહ આપવાની જરૂર છે. જેનો પુત્ર પરીક્ષામાં 27 જેટલી કાપલીઓ સાથે ચોરી કરતા પકડાય અને એને પિતા તરીકે યોગ્ય શિક્ષા આપવાને બદલે એમને છાવરનાર વ્યક્તિ શિક્ષણવિભાગ ને કેટલી ગંભીરતા થી લેતા હશે અને શિક્ષણ ના સ્તર ને ઉંચુ લઇ જવા માટે કેટલું વિચારતા હશે એ એમના રાજકોટ માં અપાયેલ નિવેદન થી સર્વવિદિત થઈ ચૂક્યું છે. ખરેખર તો જીતુભાઈ વઘાણી એ આપેલ નિવેદન એ છેલ્લા ૨૭ વર્ષો થી સત્તામાં રહેલ એમના જ ભાજપા ની પૂર્વ સરકારો ની પોલ છતી કરે છે અને શિક્ષણ વિભાગ ખાડે ગયું હોવાની એમની છૂપી સ્વીકૃતિ પણ વ્યક્ત થાય છે. ખાનગી શાળા સંચાલકો ની મનમાની સામે નત મસ્તક રહેતા અને એમના શોષણ સામે આ મોંઘવારી માં પીડાતા વાલી ઓ પ્રત્યે સહાનુભૂતિ ના બે શબ્દો કહેવાની જગ્યા એ સત્તા ના મદ માં છકી ગયેલા શિક્ષણમંત્રી નું નિવેદન ને હું સ્પષ્ટ શબ્દોમાં વખોડી કાઢું છું તથા એવી સ્પષ્ટ માગણી કરું છું કે જીતુભાઇ વઘાણી સમગ્ર ગુજરાત ના વાલી ઓ ની માફી માગે અથવા તો પોતે શિક્ષણમાં સુધારો કરવા અસમર્થ હોઈ પ્રજાહિતમાં રાજીનામુ આપી દે.
એહવાલ ધમેન્દ્રસિંહ સોલંકી વલભીપુર