અમિત પટેલ.અંબાજી
ધર્મનગરી તરીકે ઉતરપ્રદેશનું કાશી સમગ્ર વિશ્વમાં જાણીતું છે જ્યારે અંબાજી સરસ્વતી નગરી તરીકે પહેલેથી જાણીતું છે.અંબાજી બનાસકાંઠા જીલ્લામાં આવેલું છે. દાંતા તાલુકામાં વિવિધ ગામોમા રબારી સમાજ મોટી સંખ્યામાં વસવાટ કરે છે ગુજરાતની ભાજપ સરકાર દ્વારા માલધારી લોકો માટે કાળો કાયદો લાવતા રબારી સમાજ લાલઘુમ છે ત્યારે આજ રોજ દાંતા મુકામે મામલતદાર કચેરી ખાતે સરકાર દ્વારા તાજેતર મા ગૌમાતા અને માલધારીઓ વિરુદ્ધ ઘડવામાં આવેલ કાયદાના વિરોધ મા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
દાંતા મામલતદાર કચેરી ખાતે આજે સવારે દાંતા તાલુકાના રબારી સમાજના અગ્રણીઓ હાજર રહી સરકાર ને આ કાયદો પરત ખેંચવા માંગણી કરેલ છે અને આ કાયદા વિરુદ્ધના સમગ્ર ગુજરાત વ્યાપી માલધારી સમાજના આંદોલનને ટેકો જાહેર કરેલ છે અને સરકાર શ્રી દ્વારા આ કાયદો રદ કરવામાં નહિ આવે તો આગામી વિધાનસભા ની ચૂંટણી માં પરિણામ ભોગવવાની ચીમકી તેમણે ઉચ્ચારી છે અને આ કાયદા ને પરત ખેંચવા ની માંગણી ને સમગ્ર રબારી સમાજ દાંતા તાલુકાનો ટેકો છે એમ જણાવેલ .દાંતા મામલતદાર શ્રી એ રબારી સમાજ ની આ વ્યથા સરકાર માં યોગ્ય કક્ષાએ પહોંચાડવા માટે ખાત્રી આપવામાં આવી હતી.આ તકે માલધારી સમાજ આગેવાનો અને યુવાનો વડીલો બહોળી સંખ્યા માં હાજર રહ્યા હતા.
@@ ભાજપ સાથે જોડાયેલ માલધારી સમાજ લડી લેવાના મૂડમાં @@
અંબાજી ખાતે કેરલની ઘટનાને લઇને વિરોધ કરનારા ગૌ માતાના કાળા કાયદા વિશે એક શબ્દ કેમ બોલતા નથી.આજે મોટી સંખ્યામાં રબારી સમાજના અગ્રણીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.હાજર રહેનાર તમામ યુવાનો,આગેવાનો,વડીલોનો આયોજન કર્તા હૃદયપૂર્વક આભાર માને છે
તેમ દાંતા તાલુકા રબારી સમાજ તરફથી અખબારી યાદી મોકલવામાં આવી હતી.
@@ પીરાજી રબારી નું ભાષણ લોકપ્રિય રહ્યું @@
દાંતા તાલુકાના માલધારી સમાજના લોકો જ્યારે દાંતા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવા ગયા ત્યારે કુંભારિયા વિસ્તારના હોશિયાર અને રબારી સમાજના અગ્રણી નેતા પીરાજી જે.રબારીએ જણાવ્યું હતું કે આ સરકાર વિદેશમાંથી કાળું નાણું તો ન લાવી શકી પરંતુ ગૌમાતાનો કાળો કાયદો જરૂર લાવી. આ ભાષણ પીરાજી રબારી નું ઘણું લોકપ્રિય રહ્યું હતું. પીરાજી રબારીનું આ ભાષણ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયુ હતું. કુંભારિયા વિસ્તારના લોકપ્રિય નેતા, સારા વક્તા અને હોશિયાર નેતા તરીકે પીરાજી જે. રબારી સરસ છાપ ધરાવે છે. તેમનાં જેટલી માહીતી દાંતા તાલુકામાં ભાગ્યેજ કોઇ નેતા પાસે હશે.