Breaking NewsLatest

સીટી ઑફ સન આપણા સુરતને દુનિયા આખી ‘ડાયમન્ડ સીટી’ તરીકે ઓળખે છે. પશ્ચિમ ભારતના મુખ્ય બિઝનેસ હબ તેવા આપણા સુરતમાં ટ્રાયોમ રિયાલિટી દ્વારા સુરતની ઓળખ સમી ડાયમન્ડ જેવી 8 ઝળહળતી બાન્ડની લોન્ચિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતની શાનમાં વધારો કરનારી નામ બ્રાન્ડ છે ટ્રાયોમ રિયાલિટી ત્રણ વાર ઓમ બોલવાથી જે ઉર્જા અને પ્રેરણાની અનુભૂતિ થાય છે તે ચેતના છે ટ્રાયોમ. જે આગામી સમયમાં વેસુ અને આભવામાં લકઝરીર્યસ રેસીડનસીયલ પ્રોજેકટ સાથે આવી રહી છે.

રિપોર્ટિંગ આનંદ ગુરવ.સુરત

              20 વર્ષથી ટેક્સટાઇલ ક્ષેત્રે એક આગવું નામ ધરાવતી આલધરા ટેકટેક્સ ના ડાયરેકટર સુરેશભાઈનું નવું સ્વપ્ન છે ટ્રાયોમ. સુરેશભાઈએ જણાવ્યું હતું કે વિકાસની હરણફાળ ભરતા સુરતમાં અલગ અલગ ત્રણ પ્રોજેકટ દ્વારા લેવીશ લાઈફ સ્ટાઈલ માટેના ઓપશન આપવામાં આવશે.

                  ટ્રાયોમ રિયલ્ટીનો પ્રોજેકટ ટ્રાયોમ પેલેસ કે જેમાં 5300થી 7100 સ્કવેર ફીટમાં લકઝરીયસ લાઈફ સ્ટાઇલ આપવામાં આવશે. જેમાં 12000 સ્કવેર ફૂટના પેન્ટ હાઉસની પણ ચોઇસ મળી રહેશે. બીજા પ્રોજેક્ટ ટ્રાયોમ કાસામાં 2600થી 3700 સ્કેર ફિટમાં પણ સુરતમાં એલિટ લાઈફ સ્ટાઇલના વિકલ્પ મળી રહેશે. ત્રીજો પ્રોજેકટ છે ટ્રાયોમ એબોર્ટ જેમાં 1900 સ્કવેર ફૂટથી લઈને 2600 સકવવાર ફૂટનું પીસફુલ લિવિંગ લાઈફ મળી રહેશે. આ ત્રણ પ્રોજેક્ટ્સની ખાસિયતો સુરતના વિકાસને એક નવું સીમાચિન્હ આપશે. આ કેમ્પસમાં 28 પ્રકારની એમેનિટીસ આપવામાં આવશે. જેમાં નેટ ક્રિકેટ, લાયબ્રેરી, 20 હજાર સ્કેવર ફિટનું ગાર્ડન, 500 સ્કેવર ફિટનો વોકિંગ ટ્રેક સહિતની સુવિધાઓ હશે.

              સુરેશ ગોંડલીયા (આલિદા ગ્રુપના ડાયરેકટર)એ જણાવ્યું હતું કે તેઓ મૂળ જૂનાગઢના વતની છે અને 40 વર્ષ અગાઉ સુરત સ્થાયી થયા બાદ જાહેર જીવનમાં સક્રીય છે. તેઓ 20 વર્ષથી ટેક્સટાઈલના વેપાર સાથે સંકળાયેલા છે. આલિદા ગ્રુપ જે ટેક્સટાઈલના વ્યવસાયમાં એક ખ્યાતનામ પેઢી છે તેમનું ટ્રાયોમ બ્રાન્ડ લોન્ચિંગ કરવા પાછળનો હેતુ એટલો જ છે કે આગામી દિવસોમાં તેઓ કન્સ્ટ્રક્શન ક્ષેત્રે મોટા પાયે ઝંપલાવી રહ્યા છે. ટ્રાયોમનો મોટો છે ડીવાઇન બાય નેચર, વધુમાં જણાવ્યું હતું કે, સુરત હવે આંતરરાષ્ટ્રીય બિઝનેસ હબ બની રહ્યું છે. 2022ની સમાપ્તિ સુધીમાં ડાયમંડ બુઝ શરૂ થઈ શકે છે. સુરત કાપડ ઉદ્યોગ અને હીરા ઉદ્યોગ તરીકે અઢીથી ત્રણ લાખ કરોડનો બિઝનેસ કરતું શહેર છે. આમારું માનવું છે કે આગામી દિવસોમાં દેશ અને દુનિયાના ખ્યાતનામ લોકો સુરતમાં પોતાનું બીજું ઘર વસાવે એટલે જ ટ્રાયોમ એક નવી અને લક્ઝરીયસ સુવિધાઓ સાથે કન્સ્ટ્રકશન લાઇનમાં આવી રહ્યું છે.

                       વધુમાં સુરેશભાઈએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટના મુખ્ય સુવિધાઓમાં પહેલીવાર દરેક ફ્લોર પર 12 ફૂટની સીલીંગ આપવામાં આવી છે. નેટ ક્રિકેટ ગ્રાઉન્ડ, લાઇબ્રેરી ઉપરાંત 20 હજાર સ્ક્વેરફીટના ગાર્ડનની આજુબાજુ 500 સ્ક્વેરફીટનું વોકિંગ ટ્રેક આપવામાં આવ્યું છે. આ તમામ સુવિધાઓ સાથે બીજી 28 પ્રકારની સુવિધાઓ આ પ્રોજેક્ટમાં રહેશે. પ્રોજેક્ટ માં 2000 સ્ક્વેર ફીટ લઈ 7000 સ્ક્વેર ફીટ સુધીના રેસિડેન્સીયલ ફ્લેટનો એરિયા છે. એક નાના વેપારીથી લઈ એક ઉદ્યોગપતિ સુધીના વ્યક્તિ એક જ કેમ્પસમાં રહીને સંબંધો સાથે વેપાર કરે એવા શુભ હેતુથી જ આ પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં આવશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વર્લ્ડ હેરીટેજ વીક – ૨૦૨૪ કચ્છ નહિ દેખા,તો કુછ નહિ દેખા; કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ – ધોળાવીરા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં તા. ૧૯…

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ

અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલમાં પેઇનલેસ પથરી ની સારવાર ઉપલબ્ધ થઈ છે…

1 of 672

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *