Breaking NewsCrime

સુરત માં ઈકો ફોર વિહલર કારની ચોરી કરી ઘરફોડ ચોરીના ગુના આચરતા ચિકલીગર ગેંગના રીઢા ઘરફોડીયાઓને મુદ્દામાલ સાથે સુરત શહેર ક્રાઈમબ્રાંચ દ્વારા પકડી પાડવામાં આવ્યા.આરોપીઓએ થોડા દિવસ પહેલા જ સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા એક મકાનમાં ચોરી કરેલી ઇકો ગાડીમાં જઈને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપીઓની પૂછપરછ કરતાં તેમની સામે નોંધાયેલા અન્ય પોલીસ સ્ટેશનના ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો.

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત

              સુરત ક્રાઇમ બ્રાન્ચના ઘરફોડ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમની ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા દરમ્યાન બાતમીના આધારે સૈયદપુરા પમ્પીંગ સ્ટેશન ચાર રસ્તા નજીકથી બલમતસીંગ ઉર્ફે બચ્ચસીંગ, વાલાસીંગ ઉર્ફે જીલ્લાસીંગ, રાણાસીંગ અને જોગાસીંગ નામના આરોપીઓની ધરપકડ કરી હતી.આરોપીઓની પુછપરછ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે આશરે પંદર દીવસ પહેલા આરોપી બચ્ચસીંગ તથા વાલાસીંગ, સીંગણપોર નજીકમાં આવેલ એક સોસાયટીમાં બંધ મકાન જોઇ. તે મકાનમાંથી પોતાના સાગરીતો રાણાસીંગ તથા જોગા સીંગ સાથે ઘરફોડ ચોરી કરવા માટે ઇકોગાડીમાં બેસી ચોરી કરવાનુ નક્કી કર્યું. ત્યારબાદ 16 એપ્રિલના રોજ રાત્રીના આશરે અઢી ત્રણેક વાગે. આરોપીઓએ ફટાકડાવાડીની ગલીના નાકેથી પાર્ક કરેલ સફેદ ઇકો કારનો દરવાજો બચ્ચસીંગ તથા જ્વાલાસીંગે પોતાની પાસેના લોખંડના ઓજારો વડે ખોલી ઇકોકાર ચોરી કરી. ત્યારબાદ આ ચારેય ઓપીઓ ચોરી કરેલી ઇકો કારમા ત્રણેક વાગે ભરીમાતા રોડથી સિંગપોર વીસ્તારમાં બચ્ચસીંગ તથા જવાલાસીંગે અગાઉથી જોઇ રાખેલી સોસાયટીના મકાન નજીકમાં ઇકો કાર ઉભી રાખી. ત્યારબાદ બચ્ચસીંગ તથા વાલાસીંગે પોતાની પાસેના લોખંડના ઓજારો વડે પ્રથમ માળના એક મકાનના દરવાજાની લોખંડની ગ્રીલના નકુચા તોડી મકાનમાં પ્રવેશી તેમાંથી સોનાચાંદીના ઘરેણા ચોરી કરી લઇ હતી. ત્યારબાદ બાદમાં વાલાસીંગ ઇકો કાર કોઝ-વે રોડ ભરીમાતા મંદીર સામે નદીના પાળા કિનારે બિનવારસી હાલમાં છોડી આવી બધાએ સોના ચાંદીના ઘરેણા સરખે હીસ્સે વહેચી લીધા હતા. પોલીસે આરોપીઓની પાસેથી સોના- ચાંદીના ઘરેણા, મોબાઇલ, બે મોપેડ, લોખંડની છીણી, હથોડી, કાનસ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો. આરોપીની ધરપકડ બાદ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં વાહનચોરીનો ગુનો અને સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના ગુનાનો પણ ભેદ ઉકેલાયો…

સુરત શહેરમાં આશરે ૧૫ દિવસ પહેલા ઘરફોડ ચોરીનો ગુનો આચરવામાં આવ્યો હતો..

આશરે પંદર દીવસ પહેલા આરોપી બચ્ચસીંગ તથા વાલાસીંગ, સીંગણપોર નજીકમાં આવેલ એક સોસાયટીમાં બંધ મકાન જોઇ….

ઘરફોડ ચોરી કરવા માટે ઇકોગાડીમાં બેસી ચોરી કરવાનુ નક્કી કર્યું….

16 એપ્રિલના રોજ રાત્રીના આશરે અઢી ત્રણેક વાગે….

આરોપીઓએ ફટાકડાવાડીની ગલીના નાકેથી પાર્ક કરેલ સફેદ ઇકો કારનો દરવાજો બચ્ચસીંગ તથા જ્વાલાસીંગે પોતાની પાસેના લોખંડના ઓજારો વડે ખોલી ઇકોકાર ચોરી કરી….

બચ્ચસીંગ તથા વાલાસીંગે પોતાની પાસેના લોખંડના ઓજારો વડે પ્રથમ માળના એક મકાનના દરવાજાની લોખંડની ગ્રીલના નકુચા તોડી મકાનમાં પ્રવેશી તેમાંથી સોનાચાંદીના ઘરેણા ચોરી કરી લઇ હતી……

સૈયદપુરા પમ્પીંગ સ્ટેશન ચાર રસ્તા નજીકથી બલમતસીંગ ઉર્ફે બચ્ચસીંગ, વાલાસીંગ ઉર્ફે જીલ્લાસીંગ, રાણાસીંગ અને જોગાસીંગ નામના આરોપીઓની ધરપકડ કરી હતી…….

સુરતમાં ઇકો ફોરવીલર કારની ચોરી કરી ઘરફોડ ચોરીના ગુના આચરતા ચીકલીગર ગેંગના રીઢા ઘરફોડીયાઓને મુદ્દામાલ સાથે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચએ પકડી પાટિયા હતા….

પોલીસે આરોપીઓની પાસેથી સોના- ચાંદીના ઘરેણા, મોબાઇલ, બે મોપેડ, લોખંડની છીણી, હથોડી, કાનસ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો…..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વર્લ્ડ હેરીટેજ વીક – ૨૦૨૪ કચ્છ નહિ દેખા,તો કુછ નહિ દેખા; કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ – ધોળાવીરા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં તા. ૧૯…

ઓનલાઇન વોટ્સએપ હેક કરી લોકો સાથે છેપરપીંડી કરતી ગેંગના સભ્યને પકડી પાડતી સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: શાળા અને કોલેજની યુવતીઓને ટાર્ગેટ કરીને ઓનલાઇન વોટ્સએપ…

ગુજરાત મીડિયા ક્લબ આયોજિત ‘ભારતકૂલ’ કાર્યક્રમનો અમદાવાદમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી…

1 of 372

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *