Devotional

અંબાજી મંદિર ભટ્ટ જી મહારાજ મુન્ના બાદ તુષાર વિવાદ

*અંબાજી –  થાળ પૂજા કરવા બાબતે ભટ્ટજી મહારાજ દ્વારા યાત્રિક સાથે અભદ્ર વર્તન કરતા લેખિત ફરિયાદ…..*

થાળ પૂજા ની પરવાનગી મળવા છતાંપણ યાત્રિક ને ભટ્ટજી દ્વારા પૂજા નહીં કરવા બાબતે વિવાદ….

ભટ્ટજી તુષારભાઇ ઠાકર વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ નહીંતર કાયદેસર કાર્યવાહી કરવા યાત્રિક ની ચીમકી….

યાત્રિકો સાથે થતા ભેદભાવ અંગે તંત્ર કાર્યવાહી કરશે કે પછી ભીનું સંકેલાશે તે જોવું રહ્યું….

ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી એ લાખો માઈ ભક્તો ની આસ્થા નું કેન્દ્રસ્થાન છે ત્યારે અહીં આવતા ભક્તો પોતાની શ્રદ્ધા અનુસાર માતાજી ની સેવા પૂજા કરતા હોય છે .ત્યારે આવનાર ભક્તો સાથે ગેરવર્તણૂક એ મંદિર તેમજ યાત્રાધામ ની ગરિમા ને લાંછન લગાડવાનું કામ કરે છે .

જે બાબતે આજ રોજ મંદિર નો એક કિસ્સો પ્રકાશ માં આવ્યો છે.

અંબાજી ખાતે દરરોજ કંઈ કેટલાય બ્રાહ્મણો માતાજી ની પાવડી અને થાળ પૂજા કરવા આવતા હોય છે ત્યારે પાવડી અને થાળ પૂજા માટે આ બ્રાહ્મણો ને મંદિર તંત્ર ના અધિકારી ( વહીવટદાર શ્રી ) પાસે થી પરવાનગી લેવાની હોય છે જે યોગ્ય લગતા અધિકારી દ્વારા આપવામાં પણ આવે છે, ત્યારે આજ રોજ મુંબઈ ના એક બ્રાહ્મણ યાત્રિક કમલેશભાઈ ચિરંજી લાલ વ્યાસ દ્વારા વર્ષ માં ૨ થી ૩ વખત અંબાજી આવી માતાજી ની પાવડી અને થાળ પૂજા કરે છે જેમાં આજ રોજ પાવડી અને થાળ પૂજા અંગે વહીવટદાર શ્રી ની પરવાનગી મેળવી ગર્ભગૃહ ખાતે આવેલ હતા .

પરંતુ ગર્ભગૃહ માં હાજર રહેલ ભટ્ટજી મહારાજ તુષારભાઇ ઠાકર દ્વારા આવેલ યાત્રિક ને ગર્ભગૃહ માં થાળ પૂજા બાબતે ના પાડી દેવાઈ હતી જેને લઈ યાત્રિક દ્વારા મળેલ પરવાનગી પત્ર પણ દર્શાવ્યો હતો પરંતુ તેમ છતાં જીદે ચડેલ ભટ્ટજી દ્વારા યાત્રિક ને પૂજા નહીં કરવા દઈ સામે અભદ્ર ભાષા ના પ્રયોગ સાથે ગેરવર્તણૂક કરતા યાત્રિક ની ધાર્મિક આસ્થા દુભાઈ હતી અને ભટ્ટજી મહારાજ વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવા વહીવટદાર શ્રી ને લેખિત માં ફરિયાદ કરી હતી અને જો વહીવટદાર શ્રી દ્વારા ભટ્ટજી વિરુદ્ધ કાર્યવાહી ના કરાય તો કાયદાકીય રીતે કાર્યવાહી કરવા ની ચીમકી નો પણ લેખિત માં ઉલ્લેખ કરાયો હતો.

ત્યારે ઉપરી અધિકારી દ્વારા મળેલ પરવાનગી બાબતે માતાજી ની સેવા સંભાળતા ભટ્ટજી મહારાજ દ્વારા પોતાની મનમાની કરી આવેલ યાત્રિક સાથે અભદ્ર વર્તન કરવું કેટલું યોગ્ય છે ? અને અધિકારી ની પરવાનગી ને અવગણના કરી પોતાની મરજી મુજબ વર્તતા શું આ ભટ્ટજી મહારાજ અંબાજી મંદિર ને પોતાની જાગીર સમજી બેઠા છે કે અધિકારીઓ ને પણ ગણતા નથી અને તેમની પરવાનગી મળ્યા છતાં મનસ્વી વર્તન કરી પોતાના યજમાન ને સેવા નો લ્હાવો આપે છે અને અન્ય યાત્રિકો જોડે ભેદભાવ અને ગેરવર્તન કરે છે ! ત્યારે મંદિર તંત્ર ના અધિકારી દ્વારા શું કાર્યવાહી હાથ ધરાશે કે પછી બધું અંદરખાને ભીનું સંકેલી વાત ને રફેદફે કરાશે તે જોવું રહ્યું…

અંબાજી મંદિર ના નિયમો (ક) વાંચો
અંબાજી મંદિર ના નિયમો (ક) માં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ફરજે દરમ્યાન નિષ્કાળજી, બેદરકારી કે શિસ્ત પાલન વિરુદ્ધ પ્રવૃત્તિ તથા ટ્રસ્ટ કે દેવસ્થાન ને લાંછન લાગે એવી કોઈ  પ્રવૃત્તિ ધ્યાન ઉપર આવશે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરી નિમણૂક કરાર રદ/બર તરફ કરવાનો નિર્ણય અધ્યક્ષ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ લઈ શકશે એવા નિયમોનો બનાવવામાં આવેલા છે પરંતુ અંબાજી મંદિરમાં વહીવટ ખરાબ હોવાના કારણે કોઈ પણ કાર્યવાહી થતી નથી

રિપોર્ટર…. અમિત પટેલ અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સંકલ્પની સિદ્ધિ નહીં પણ શુદ્ધિ જરૂરી : મોરારિબાપુ માનસ “શિવસંકલ્પ” રામ કથાનના સાતમા દિવસનું સફળ આયોજન

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા) ભાવનગર જિલ્લાની તીર્થ ભૂમિ પાલીતાણા ખાતે ગવાતી…

અંબાજી – “શ્રી શ્યામ મિત્ર મંડળ દ્વારા તા.૧૨ એપ્રિલ ની સાંજે ભવ્ય ભજન સંધ્યા કાર્યક્રમ યોજાશે.

કાર્યક્રમ માં ઇત્ર વર્ષા, પુષ્પ વર્ષા,છપ્પન ભોગ, ભવ્ય દરબાર સહિત અલૌકિક શૃંગાર…

1 of 26

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *