રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત
સુરત મહાનગરપાલિકા જ્યારે સ્માર્ટ સિટી બનવા જઈ રહી છે ત્યારે સુરતમાં આવેલા અનેકો ગેરકાયદેસર ઝુપડાઓને ડીમોલેશન ના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે શહેરના રાંદેર વિસ્તારમાં આવેલા મોરાભાગલ પાસે સુભાષ ગાર્ડન ની સામે હળપતિ આવાસના ઝૂંપડાઓનો ડીમોલેશન પોલીસને સાથે રાખી કરવામાં આવ્યું હતું. ત્યાં રહેનારા રહેવાસી દ્વારા વિરોધ નોંધાવ્યો હતો રાંદેર ઝોન દ્વારા કોઈપણ નોટિસ આપ્યા વગર પોતાની મનમાની અને જોરજબરદસ્તીથી ડીમોલેશન કરી લોકોને ઘર વિહોણા કર્યા છે.હાલ તો કોર્ટમાં મેટર ચાલી રહી છે તો છતાં પણ સુરત મહાનગરપાલિકાએ કોર્ટના કોઈ પણ આદેશ વગર ડીમોલેશન કરવામાં આવ્યું છે.
મોરા ભાગળ વિસ્તારમાં આવેલ ઝુંપડા નું ડિમોલિશન.
રાંદેરઝોન દ્વારા હાથ ધરાયુ ડિમોલિશન કાર્ય.
ઝુંપડા ના રહેવાસી ઓ એ ડિમોલિશન બાબતે નોંધાવ્યો વિરોધ.
કોર્ટ માં કેસ ચાલતો હોવાં છતાં કરવામાં આવ્યું ડિમોલિશન.
રહેવાસીઓ થયા ઘર વિહોણા.
કોર્ટના આદેશ વગર પોતાની મનમાની થી ડિમોલિશન કર્યા નો આક્ષેપ.