રિપોર્ટિંગ આનંદ ગૂરવ સુરત
એક તરફ સમગ્ર દેશ કાળ ઝાડ ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યું છે .ત્યારે બીજી તરફ સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી દરિયાઈ પવન ફૂંકાતા 7 ડીગ્રી તાપમાન ગગડી જતા સુરતીઓને ગરમીથી રાહત મળી હતી.વાતાવરણ આંશિક વાદળછાયું રહ્યું હતું. આગામી અઠવાડિયા સુધી દરિયાઇ પવનની દિશા રહેશે. આગામી બે દિવસમાં મહત્તમ તાપમાનમાં વધુ 1થી 2 ડિગ્રીનો ઘટાડો થવાની વકી છે. મહત્તમ તાપમાન 32 ડિગ્રી સુધી જઇ શકે છે ત્યારબાદ તાપામાનમાં સામાન્ય વધારો જોવા મળી શકે છે.હવામાન વિભાગના જણાવ્યાનુસાર શુક્રવારે શહેરનું મહત્તમ તાપમાન 33.6 ડિગ્રી અને લઘુતમ 28.6 ડિગ્રી નોંધાયું હતું. ગુરુવાર કરતાં મહત્તમ તાપમાનમાં 3.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનમાં 0.2 ડિગ્રીનો નોંધપાત્ર ઘટાડો થયો છે. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 79 ટકા અને સાંજે 68 ટકા રહ્યું હતું.
સુરતીઓને ગરમીથી મળી રાહત
બે જ દિવસમાં તાપમાન 7 ડિગ્રી ગગડયુ
સુરતમાં પારો 33.6 ડિગ્રી થઈ ગયું
દરિયાઇ પવન ફૂંકાતાં બફારામાં રાહત