કપીલ પટેલ દ્વારા અરવલ્લી
રાજ્ય સરકારશ્રી દ્વારા તેમજ કેન્દ્ર સરકારશ્રી રાજ્ય ની જનતાના હિતમાં વિવિધ પ્રકારની વ્યક્તિલક્ષી અને જાહેરહિતની વિકાસલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે તે તમામ યોજનાનો અસરકારક અમલ થાય તે માટે રાજ્ય સરકાર સૂચના ઠરાવ પરિપત્રો કરવામાં આવેછે આમ જરૂરિયાતમંદ પ્રજાજનો ને સમયસર તમામ યોજનાઓ ના લાભ મળી રહે તે માટે જિલ્લા તાલુકા અને ગ્રામ પંચાયત કક્ષાએ કાર્યરત વહીવટીતંત્ર ના અધિકારી કર્મચારી ની જવાબદારી બનતી હોય છે કેટલીકવાર નકારાત્મક માનસિકતા ધરાવતા કર્મચારી અધિકારીઓને કારણે યેનકેન પ્રકારે યોગ્ય રીતે સમયસર નિકાલ નહી કરવાની નીતિ રીતિ મહત્વની યોજનાના લાભો પ્રજાજનો ને સમયસર મળી રહેતા નથી અને કામ માટે કચેરીઓના ધક્કા ખાવાની ફરજ પડતી હોય છે અને પરિણામે પ્રજાજનો મા સરકારશ્રીની સારી છાપ ને ખરાબ અસર થાય છે ઉદાહરણ તરીકે તાજેતર મા સરકારશ્રી દ્વારા લેવાતી ભરતી પરીક્ષા ના પ્રશ્નપત્રો ફૂટી જવાના કારણે કેટલાક મિત્રો હકીકત જાણ્યા વિના આ માટે સરકાર દોષિત હોય તેમ પ્રજાને ગુમરાહ કરવાના પ્રયાસમાં લાગી ગયા આ માફ ના કરી શકાય તેવા ગુના માટે રાજ્ય સરકાર નહિ પરંતુ આ પ્રક્રિયા માટે રાજ્ય સરકાર દ્વારા જે તંત્ર ને આ કામગીરી સોંપવામાં આવી હતી તે પરીક્ષા ની કામગીરી કરી રહેલા તમામ કર્મચારી અધિકારી પૈકી જે લોકો આ કૌંભાંડ મા સંડોવાયેલા છે તે જવાબદાર છે સરકારશ્રી તો જરૂરી તપાસ કરાવી આ માટે જવાબદાર હોય તેઓની સામે કડક મા કડક પગલાં લઈ રહી છે હકીકત એ છે કે રાજ્ય સરકારશ્રી દ્વારા આ માટે જવાબદાર તત્વો સામે પગલાં લેવાઇ રહ્યા છે તેનાથી પ્રજાનો સરકાર પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે વધુમાં રાજ્યના બેરોજગાર યુવાનો ને નોકરી મળે તે માટે રાજ્ય સરકારશ્રી દ્વારા અનેક ભરતી પરીક્ષાઓ યોજવા મા આવી રહી છે શિક્ષણ ક્ષેત્રે પણ દિલ્હી કરતા પણ વધારે સારી કામગીરી સમગ્ર ગુજરાત રાજ્ય મા થઈ રહી છે આમ ગુજરાત ની છબી ને ખરાબ કરતા તત્વો થી રાજ્યની જાહેર જનતા ચેતજો . આ પ્રકારે તમામ યોજનાઓ રાજ્ય સરકાર દ્વારા રાજ્ય ની જનતાના ભલા માટે કોઈ પણ જાત ના નાત ,જાત ,કોમ કે ધર્મ ના ભેદભાવ વિના અમલમાં મૂકવામા આવે છે જેના અસરકારક અમલ માટે તંત્ર એ કામગીરી કરવાની હોય જેથી પ્રજાના રાજ્ય સરકાર પ્રત્યેનો વિશ્વાસ વધે એમ અરવલ્લી જિલ્લા આયોજન અધિકારી સુરેન્દ્રસિંહ ડાભીએ જણાવ્યું હતું