અંબાજી શક્તિપીઠ સરસ્વતી નદીના કિનારે આવેલુ હોવાથી સરસ્વતી નગરી તરીકે ઓળખાય છે.અંબાજી ખાતે મોટી સંખ્યામાં માતાજીના ભક્તો દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા વિવિધ પક્ષો દ્વારા તડામાર તૈયારી શરૂ કરવામાં આવી છે ,ત્યારે મહેસાણા દૂધ સાગર ડેરી માં ઘણા વર્ષો સુધી ચેરમેન પદ સંભાળનારા વિપુલ ચૌધરી દ્વારા અર્બુદા સેના બનાવીને તેમને પોતાની લડત આરંભી છે અર્બુદા સેનાના વડપણ હેઠળ તેમણે 30 જેટલી સભાઓ પૂર્ણ કરી છેઅને અંબાજી ખાતે બે દિવસીય શિબિર પણ પુર્ણ થઈ છે.
અંબાજી ચૌધરી વિશ્રાંતિ ગૃહમાં બે દિવસીય શિબિરનો પ્રારંભ થયો હતો ત્યારે મીડિયા સાથે વાતચીતમાં વિપુલ ચૌધરી દ્વારા પશુપાલકોને ગુજરાતમાં ભારોભાર અન્યાય થઇ રહ્યો છે જ્યારે રાજસ્થાનમાં તેમને વધુ રૂપિયા મળી રહ્યા છે તેવું જણાવ્યું હતું. વિપુલ ચૌધરીએ રાજકારણ માં જોડાવવા માટે જણાવ્યું હતું કે હું ભાજપનો કાર્યકર્તા છું અને 2005 થી ચિન્હ વગર ચૂંટણી લડી રહ્યો છું. વધુમાં તેને રાજસ્થાનના પશુપાલકો અને દુધધારકોને વધુ રૂપિયા મળી રહ્યા છે તેવું જણાવ્યું હતું અને ભાજપ સરકાર ગુજરાતમાં ખેડૂતો અને પશુપાલકો સાથે અન્યાય કરી રહી છે તેવો પણ આરોપ લગાવ્યો હતો
@@ પોપટ કરતા અંબાજીના પત્રકારો સસ્તા!@@
અર્બુદા સેનાની શિબિરમાં અંબાજીના કેટલાક પત્રકારો પહોંચી ગયા હતા અને કવર લઈને આવ્યા હતા. જ્યારે અમુક કવર લેવા પત્રકારો ફોન કર્યા હતા. અંબાજી ખાતે કવર લેવા જવાનું હોય ત્યારે પત્રકારોનો મસ મોટો રાફડો ફાટી જતો હોય છે જ્યારે સામાજિક ધાર્મિક કાર્યક્રમમાં પત્રકારો ઓછો રસ ધરાવી રહ્યા છે. અંબાજીના કેટલાક પત્રકારો કવર ની બાબતમાં પોતાનું લેવલ ઓછું કરી રહ્યાં છે. કેટલાક પત્રકારો પોતાના પરિવારના સભ્યોના નામ પણ લખાવી રહ્યાં છે.
@@ અર્બુદાસેના બાદ દૂધ સાગર સૈનિકોની શિબિર યોજાશે@@
વિપુલ ચૌધરીએ જણાવ્યું હતું કે અર્બુદા સેનાની શિબિર આગામી 24 અને 4 તારીખે અંબાજી ખાતે યોજાશે, ત્યારબાદ દુધસાગર સૈનિકોની શિબિર પણ યોજાવાની છે. વિપુલ ચૌધરી ભાજપમાં હોવા છતાં તેમણે અંબાજી ખાતે પત્રકારો સમક્ષ ભાજપ પર દૂધ ઉત્પાદકોને થઇ રહેલા અન્યાય બાબતે બરોબર આડે હાથે લીધા હતા.
અંબાજી પ્રહલાદ પૂજારી