Breaking NewsLatest

અખિલ ભારત હિન્દુ મહાસભા, ગુજરાત પ્રદેશ ધ્વારા આયોજીત હિન્દુ રાષ્ટ્ર નિર્માણ હસ્તાક્ષર અભિયાન કાર્યક્રમનો ભિલોડામાં શુભારંભ યોજાયો

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

અખિલ ભારત હિન્દુ મહાસભા, ગુજરાત પ્રદેશ ધ્વારા આયોજીત હિન્દુ રાષ્ટ્ર નિર્માણ હસ્તાક્ષર અભિયાન કાર્યક્રમનો ભિલોડામાં શ્રી મુધણેશ્વર મહાદેવ મંદિરમાં શુભારંભ યોજાયો હતો.હિન્દુ રાષ્ટ્ર નિર્માણ હસ્તાક્ષર અભિયાન કાર્યક્રમ અંતર્ગત શુભારંભ યોજાયો હતો.આ પ્રસંગે મિતેષભાઈ પટેલ – પ્રદેશ અધ્યક્ષ,હિમાશું પંચાલ – પ્રદેશ મહામંત્રી,સચિનસિંહ પુવાર – પ્રદેશ ઉપાધ્યક્ષ,અરવલ્લી જીલ્લા અધ્યક્ષ સંજયભાઈ સનાતની,ભિલોડા તાલુકા અધ્યક્ષ હિંમતસિંહ પરમાર સહિત હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુ રાષ્ટ્ર નિર્માણ હસ્તાક્ષર અભિયાન કાર્યક્રમ (લક્ષ્ય 10 કરોડ) હિન્દુ મહાસભાના 109 માં સ્થાપના દિને તા . 13 ,04, 2023 ના રોજ દિલ્હી ખાતે રામલીલા મેદાનમાં હિન્દુ રાષ્ટ્ર નિર્માણ સંમેલનમાં આમંત્રિત ભારત દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી ને 10 કરોડ હસ્તાક્ષર સાથે ભારત દેશ ને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવા માટે આપના સર્વેના હસ્તાક્ષર સુપ્રત કરવામાં આવશે તેમ અખિલ ભારત હિન્દુ મહાસભા,ગુજરાત પ્રદેશ,અરવલ્લી જીલ્લા અધ્યક્ષે જણાવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 752

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *