કપિલ પટેલ દ્વારા અરવલ્લી
મેઘરજ નગરમાં એક શખ્સે હાથ ઉછીના આપેલ પૈસાની વાતચીત માં સામ સામે મારા મારી કરી જાનથી મારીનાખવાની ધમકીઓ આપતાં બીજી ફરીયાદ ચાર શખ્સો સામે નોધાઇછે
મેઘરજ નગરના સલીમ ગુલામ હુસેન ખેરાડા મેઘરજ માર્કેટ યાર્ડ ખાતે અનાજ ખરીદ વેચાણ ની દુકાન ચલાવેછે તા.૧૫/૫/૨૦૨૨ ના રોજ રાત્રે સલીમભાઇ અન્ય ત્રણ શખ્સો સાથે નગરમાં આવેલ એસ બી આઇ બેંન્ક જોડે ઉભા હતા તે વખતે વિશાલભાઇ સાથે અન્ય પાંચ શખ્સો ઉભાહતા અને તેઓ વાત ચીત કરતા હતા તે સમયે નઇમ લુહાર પાસે હાથ ઉછીના આપેલ રૂ.૧૫.૦૦૦ની લેવડ દેવડની વાત ચીત ચાલતી હતી તે વખતે સલીમભાઇ એ કહ્યુ હતુ કે નઇમભાઇ ને કેમ બેસાડેલછે તેમ કહેતા વિશાલભાઇ અને તેમની સાથેના અન્ય ત્રણ શખ્સો એકદમ ઉશ્કેરાઇ જઇ નઠારી ગાળો બોલવા લાગ્યા હતા ગાળો બોલવાની ના પાડતાં ચારે શખ્સો
સલીમભાઇને ગડદા પાટુનો માર મારવા લાગ્યા હતા નજીકના માણસો આવીજતાં સલીમભાઇ ને વધુ મારમાંથી છોડાવ્યા હતા ચારે શખ્સો જતાં જતાં જાનથી મારી નાખવાની ધમકીઓ આપતાં
સલીમભાઇએ મેઘરજ પોલીસ મથકે આરોપી.વિશાલ જગદીશચંન્ર્દ પડ્યા.મહેશ જગદીશચંન્ર્દ પંડ્યા.પ્રશાંત સતિશ ઉપાધ્યાય.મયુર જયંતિ પુરોહીત તમામ રહે.મેઘરજ વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરાવીછે