Latest

મોરારીબાપુના હસ્તે સંગીત યુવા પ્રતિભા અવોર્ડ એનાયત

બોલિવુડ અને ટેલિવૂડ ના પ્લેબેક સિંગર જય ગોસાઈ ની પસંદગી

કપિલ પટેલ દ્વારા  અરવલ્લી

વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા આયોજિત એકાદશી પર્વ અંતર્ગત સાહિત્ય, સંગીત અને શિક્ષણ એવોર્ડનુ આયોજન કરાયું હતું,
જેમાં પૂજ્ય મોરારીબાપૂ,. સાથે જાણીતા ઉધોપતિઓ અને સમાજ સેવક પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા, ગુજરાતી સાહિત્ય જગતના વિનોદ જોષી, જયંતીભાઈ ગોહેલ, પ્રણવ પંડ્યા તેમજ નેહલ ગઢવી સહિત મહાનુભાવોની ઉપસ્થિતમાં પૂજ્ય મોરારીબાપુના વરદ હસ્તે પાર્શ્વ ગાયક જયદેવ ગોસાઈને રાવજીભાઈ પટેલ સંગીત યુવા પ્રતિભા અવોર્ડ એનાયાત કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમની શરુઆતમા જયદેવ ગોસાઇએ તુલસીદાસ રચિત જય જય જગ જનની સ્તુતિ તેમજ રાવજીભાઈ પટેલ રચિત તમે રે તિલક રાજા રામ ના… રચનાનું ગાન કરી મોરારીબાપુ સહિત ઉપસ્થિત સૌ મહાનુભાવોને પોતાના સુરીલા કંઠ થી મંત્રમુગ્ધ કર્યા હતા.

બોલિવુડ અને ટેલિવૂડ ની અનેક ફિલ્મો અને સિરિયલો માં જયદેવે પોતાની ગાયકી ના અંદાજે ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ ના મહાનાયક અમિતાભ બચ્ચન, સલમાન ખાન , આમીર ખાન જેવા અનેક કલાકારો ની પ્રશંસા મેળવી ચૂકેલા આ સુરીલા ગાયકે અનેક પુરસ્કારો અને એવોર્ડ મળી ચૂક્યા છે , પોતાની આ વિશેષ સિદ્ધિને માં સરસ્વતી અને ગુરૂ મહારાજ ના આશીર્વાદ ની દેન માને છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

1 of 543

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *