Latest

નિ:શુલ્ક શરબત વિતરણ અને સત્સંગ સમારોહ

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

માનવ ઉત્થાન સેવા સમિતિ, માનવ ધર્મ આશ્રમ હિંમતનગર શાખા દ્વારા મ. અદ્વૈતાનંદજી ના માર્ગદર્શન હેઠળ તારીખ ૨૦ મે ના રોજ ઉનાળાની ગરમી માં રાહત આપવા માટે શહેર ના મુખ્ય બસ સ્ટેશન પાસે નિ:શુલ્ક શરબત વિતરણ નું મ. અદ્વેતાનંદજી મ. બંદગીબાઇજી તેમજ સેજલબાઇજી ની હાજરીમાં ડેપો મેનેજર સોનલબેન બારોટ ના સહયોગથી તેમજ આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર અજીતસિંહ જી. નિમાવત, અનિલભાઈ મેહતા, એડવોકેટ જે.ડી.ઝાલા અને શાંતિભાઈ પટેલ ની હાજરી માં યોજવામાં આવેલ હતો.

આ શરબત વિતરણ નો બસ સ્ટેશન આવતા-જતા મુસાફરો એ તેમજ અન્ય રાહદારીઓ એ લાભ લીધો. આ કાર્ય માં માનવ ધર્મ આશ્રમ શાખા ના હિંમતનગર અને સવાપુર ના કાર્યકર્તાઓ ખૂબ જહેમત ઉઠાવી.

આ ઉપરાંત તારીખ ૨૧ મે ના રોજ રાત્રે કાકણોલ મુકામે શ્રી નવદુર્ગા મંદિર ચોક માં યોજવામાં આવેલ મહાન સત્સંગ સમારોહ માં સદગુરુદેવ શ્રી સતપાલજી મહારાજ ના સંતો મ. અદ્વૈતાનંદજી, મ. બંદગી બાઈજી, મ. સુનંદા બાઈજી, મ. પ્રેરણા બાઈજી, તેમજ મ. સેજલ બાઈજી દ્વારા સત્સંગ માં આત્મજ્ઞાન ને જાણી ને માનવજીવન ના ઉદ્દેશ્ય ને સાર્થક કરવા પર ભાર મૂકવામાં આવ્યો.
આ સત્સંગ ભજન કાર્યક્રમ નો મોટી સંખ્યામાં લોકો એ લાભ લીધો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *