સ્ટેજ પર 50 કાર્યકર્તા ને ખેસ પહેરાવ્યો હતો અન્ય મળી કુલ 500 કાર્યકરો કોંગ્રેસ માંથી કમળ નો ખેસ ધારણ કર્યો
સી આર પાટીલ ની સભા દરમિયાન કોંગ્રેસ છોડી ભાજપ માં સામેલ થયેલા કેવલ તેમજ અન્યો ના ખિસ્સા કપાયા
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લાના ભિલોડા વિધાનસભા સીટ ના કોંગ્રેસ પક્ષ ની ટીકીટ પર ધારાસભ્ય પદ પર છેલ્લા ચાર ટર્મ થી વધુ વાર વિજેતા થયેલા ડોકટર અનિલભાઈ જોશીયારા ને કોરોના થતા તાજેતર માં તેમનું નિધન થતા ભારતીય જનતા પાર્ટી ગુજરાત માં 182 સીટ બીજેપી ની જીત નો દાવો કરતા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ સી આર પાટીલે કોંગ્રેસ માં થી ભાજપ માં જોડવા નો દરવાજો ખોલી દેતા સ્વર્ગીય કોંગ્રેસ ના ધારાસભ્ય અનિલ જોશીયારા નો પુત્ર આજે ભીલોડા ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં કેવલ જોશીયારા ની સાથે સ્ટેજ પર પચાસ કાર્યકર્તા અને અન્ય કુલ મળી 500 કાર્યકર્તાઓ સાથે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કેસરિયો ધારણ કરાવ્યો હતો આ પ્રસંગે પૂર્વ ગૃહ મંત્રી અને પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલ તથા અરવલ્લી જિલ્લા પ્રભારી મંત્રી કુબેરભાઈ ડીંડોર તેમજ અરવલ્લી જિલ્લા નું ભાજપ સંગઠન ના હોદ્દેદારો ઉપસ્થિતિ માં જોડાયા હતા આ પ્રસંગે કેવલ જોશીયારા એ દૂધ માં સાકાર ભળે તેમ મને ભાજપ માં સમાવી લેજો કહ્યું હતું જોવું રહ્યું ભાજપ કેવલ ને ટીકીટ આપે છે કે કેમ પણ હાલ કેવળ જોડાતા કેટલાય જુના કાર્યકર્તાઓ ના ધારાસભ્ય ના સપના તૂટી ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું
ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન પ્રમુખ
સી.આર.પાટીલની સભા દરમિયાન કેવલ અનિલભાઈ જોષીયારા ભાજપમાં જોડાયો તે દરમિયાન ખિસ્સા કાત રૂઓએ એ ભીડભાડનો લાભ ઉઠાવી અનેક વ્યક્તિઓના ખિસ્સામાંથી હજારો રૂપિયા ખંખેરી લીધા હતા.
સ્વ. ડો.અનિલભાઈ જોષીયારાના ધારાસભ્ય ના જમાઈ રહેવાસી. ગાંધીનગરવાળા
અમિતકુમાર સુરેન્દ્રભાઈ ટંડન ના
₹ 50,000
કેવલ અનિલભાઈ જોષીયારા ના
₹ 21,000
મનીષભાઈ ના હાથમાંથી મોબાઈલ
દિલીપભાઈ બચુભાઈ કટારાના ખિસ્સામાંથી પાકિટ અને જરૂરી ડોક્યુમેન્ટ ચોરાયા હતા.
કલ્પેશભાઈ ગોવિંદભાઈ બુવડના ખિસ્સામાંથી ₹ 8,000 રોકડા,પાકિટ સહિત જરૂરી ડોક્યુમેન્ટ ચોરાઈ ગયા હતા.