કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સાબરકાંઠાના રમતવીરો ખેલ મહાકુંભમાં કરાટેમાં ઝળક્યાં ૧૪ મેડલ મેળવ્યાં. તાજેતરમાં નડિયાદ, ખેડા ખાતે ૧૧ મો રાજયકક્ષા ખેલમહાકુંભ કરાટે ૨૦૨૨ ભાઈઓ અને કડી,મહેસાણા ખાતે બહેનોની સ્પર્ધાનું આયોજન રમત ગમત વિભાગ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ ઉપરોક્ત સ્પર્ધામાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેલાડીઓએ કોચ શ્રી જુજારસિંહ કે. વાઘેલા ના માર્ગદર્શન ભાગ લઈ ઉત્કૃષ્ઠ દેખાવ કરી અલગ અલગ વય જૂથમાં અને વજન ગ્રુપમાં ૪ ગોલ્ડ મેડલ, ૩ સિલ્વર મેડલ, ૭ બ્રોન્ઝ મેડલ એમ ટોટલ ૧૪ મેડલ્સ મેળવી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાનું નામ રોશન કર્યું હતું. સિદ્ધિ પ્રાપ્ત કરી મેડલ મેળવનાર ખેલાડીઓ ૧. આચાર્ય આસ્થા. એન (ગોલ્ડ મેડલ) ૨. મકવાણા મયા. જી.( ગોલ્ડ મેડલ) ૩. આચાર્ય આર્યન. એન ( ગોલ્ડ મેડલ) ૪. મેણાત મિતુલ.એમ ( ગોલ્ડ મેડલ ) ૫. મકવાણા તોરલ.જી ( સિલ્વર મેડલ ). ૬. શર્મા વૈભવ. એ ( સિલ્વર ) ૭. ઉપાધ્યાય જવાન. ડી ( સિલ્વર ) ૮. મકવાણા બીજલ. જી ( બ્રોન્ઝ મેડલ ) ૯. જોષી રુદ્ર. એસ ( બ્રોન્ઝ મેડલ ) ૧૦. નાયક નિસર્ગ. એમ ( બ્રોન્ઝ મેડલ ). ૧૧. શાહ હેત્વી. જે. (બ્રોન્ઝ મેડલ ) ૧૨. જોષી અક્ષત. વી ( બ્રોન્ઝ મેડલ ) ૧૩. ચૌધરી પ્રદીપ. પી ( બ્રોન્ઝ ) ૧૪. જોષી હર્ષિલ. એસ ( બ્રોન્ઝ મેડલ ) મેળ્યા છે. જિલ્લા વહિવટી તંત્ર અને હર્ષાબેન ઠાકોર( ડી.એસ.ઓ સાબરકાંઠા) , આશાબેન પટેલ અને રાકેશભાઈ ચૌધરી એ ઉપરોક્ત સ્પર્ધામાં મેડલ મેળવનાર ખેલાડીઓને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.