જિલ્લાના ૧૫૦ જેટલા ખેડૂતોને સહાયનું વિતરણ કરાયું
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
પશુ સંશોધન કેન્દ્ર,સરદાર કૃષિ નગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સરદાર કૃષિ નગર અને વનબંધુ કૃષિ પોલટેકનિક ખેડબ્રહમા સંયુક્ત ઉપક્રમે આદિવાસી ખેડૂતોને પશુ દાણ અને મિનરલ મિક્સચર વિતરણ તેમજ મકાઈ પાક પરના બાયો ફર્ટિલાઈઝરના નિદર્શન આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન પશુ સંશોધન કેન્દ્રના સંશોધક વૈજ્ઞાનિક શ્રી ડો. એચ. એચ. પંચાસરાએ આરસીએઆર દ્વારા ચાલતી કાંકરેજ ગાયમાં સંતતિ પરીક્ષણ યોજનાની સંપૂર્ણ માહિતી આપી હતી. આ પ્રસંગે વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી ડો. પી. ટી. પટેલે દેશી ગાયોને જાળવણી કરી પ્રાકૃતિક કૃષિને વેગ મળે એવા પ્રયત્નો કરવાની અપીલ કરી હતી. આ ઉપરાંત સરદાર કૃષિ યુનર્વિસટીના સંશોધન નિયામક શ્રી ડો. બી. એસ. દેવરાએ ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે ખેડૂતો દ્વારા ખેતીમાં વધુ પડતાં રાસાયણિક ખાતરોના ઉપયોગના કારણે માનવીય સ્વાસ્થય પર માઠી અસર થાય છે. આથી દેશી ગાયોની પાલન થકી માનવીય સ્વાસ્થના જોખમને ટાળવું જોઇએ. આ કાર્યક્રમમાં ૧૫૦ જેટલા ખેડૂત ભાઈ બહેનોને લાભાન્વિત કરવામાં આવ્યા હતા
આ કાર્યક્રમમાં ડો. વી. એમ. પટેલ, ડો. કે. એન. પ્રજાપતિ તેમજ સમગ્ર કૃષિ પોલીટેકનિકનો સ્ટાફ તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીશ્રીઓ અને ખેડૂતો હાજર રહ્યાં હતાં.