હોસ્પિટલના નિર્માણથી ગ્રામિણ વિસ્તારના લોકોને ઝડપી આરોગ્ય સુવિધાઓ મળશે
મંત્રી ઋષિકેશભાઇ પટેલ
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સાબરકાંઠા જિલ્લાના ઇડર મુકામે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ મલ્ટી સ્પેસ્યાલિસ્ટ કે.એચ. હોસ્પિટલનુ આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. જેના થકી ઇડર તાલુકાની આસ-પાસના ગામ વિસ્તારમાં રહેતા લોકોને ઝડપી અને સમયસર સારવાર આ હોસ્પિટલ દ્રારા મળી રહેશે.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે, સાબરકાંઠા અને અરવલ્લી જોડતા ભિલોડા ત્રણ રસ્તા ખાતે હોસ્પિટલ નિર્માણ થવાથી આસપાસના ગ્રામિણ લોકોને ઝડપી સારવાર ઉપલબ્ધ થશે. મંત્રી શ્રીએ લોકસેવક ખેમાભાઇ હીરાભાઇ પટેલના નામ સાથે જોડાયેલ હોસ્પિટલથી ખેમાકાકા લોકો સ્મૃતિમાં કાયમ અકબંધ રહેશે તેમ ઉમેર્યુ હતું, તેમણે સહકારી આગેવાન એવા ખેમાકાકા દ્વારા ઇડર તાલુકો અને સાબરકાંઠાના વિવિધ સ્થળોએ કરેલા સેવાકાર્યોને યાદ કરી સંકટના સમયે લોકો માટે સાચા સેવક થઇને બહાર આવ્યા હતા. તેમણે પશુપાલકો માટે સહકારી ક્ષેત્રે લાવેલા આમૂલ પરીવર્તનના કામને પણ બિરદાવ્યું હતું તેમનુ વ્યક્તિત્વ સાચા લોકસેવકનુ હતુ જે આવનારી પેઢીઓને પ્રેરણા દાયી બનશે.
વધુમાં જણાવ્યું હતુ કે આ હોસ્પિટલમાં ૧૦૦ બેડની સુવિધા, ૩ ઓપરેશન થીયેટર, આઇ.સી.યુ., એન.આઇ.સી.યુ, પી.આઇ.સી.યુની સુવિધા ઉપલબ્ધ છે. આ હોસ્પિટલમાં તમામ પ્રકારના રોગોનું સચોટ નિદાન, સારવાર તેમજ સર્જરીની અધતન સુવિધાઓ વિસ્તારના લોકોને મળી રહેશે.
આ પ્રસંગે સાંસદશ્રી દિપસિંહ રાઠોડ, વિધાનસભા પૂર્વ અધ્યક્ષ શ્રી રમણલાલ વોરા, ઇડર ધારાસભ્યશ્રી હિતુભાઇ કનોડીયા, અગ્રણી શ્રી જે.ડી. પટેલ, એ.પી.એમ.સી.ચેરમેન શ્રી જેઠાલાલ પટેલ, તખતસિંહ હડિયોલ, અશ્વિન પટેલ અને મોટી સંખ્યામાંઆસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા