કપિલ પટેલ દ્વારા અરવલ્લી
આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે હિમાલય પ્રદેશના સિમલા ખાતે વડાપ્રધાન ની વિવિધ યોજનાઓના લાભાર્થીઓની સાથે રાષ્ટ્ર વ્યાપી સંવાદ યોજાશે.આ સંવાદના આયોજન અંગે જિલ્લા કલેક્ટર હિતેષ કોયાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી,હિંમતનગર ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી.
આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા કેન્દ્ર સરકારની સામાન્ય નાગરિકોને સ્પર્શતી વિવિધ ૧૩ ફ્લેગશીપ યોજનાઓના લાભાર્થી સાથે ઇ-સંવાદ યોજાશે.૩૧ મે ૨૦૨૨ યોજાનાર વડાપ્રધાનના રાષ્ટ્ર વ્યાપી સંવાદના ભાગરૂપે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ સ્વામિનારાયણ મંદિર, કાંકણોલ હિંમતનગર ખાતે સવારે ૯:૩૦ કલાકે યોજાશે. જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ અને જિલ્લા પ્રભારીમંત્રી કુબેરભાઇ ડીંડોર ઉપસ્થિત રહેશ. તેમજ જિલ્લામાંથી વિવિધ યોજનાઓના ૩૦૦૦ જેટલા લાભાર્થી ભાઇ બહેનો ઉપસ્થિત રહેશે.
આ પત્રકાર પરિષદમાં જિલ્લા કલેક્ટર એ જિલ્લાકક્ષાના કાર્યક્રમની પૂર્વતૈયારી અંગેની ચર્ચા કરી હતી. આ બેઠકમાં કલેક્ટર એ જણાવ્યું હતુ કે મિડીયા થકી સરકારશ્રીની પ્રજાહિત માટેની વિવિધ યોજાનાઓ વધુને વધુ લાભાર્થીઓ સુધી પહોંચે અને છેવાડાના માનવીને લાભ મળે તે માટે અનુરોધ કર્યો હતો. તેમજ જણાવ્યું હતુ કે વહીવટી તંત્રની ક્યાંય ચુક રહી જતી હોય તો તંત્રનું ધ્યાન દોરવા જણાવ્યું હતુ.
આ પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.એચ. શાહ, ગ્રામ વિકાસ એજન્સી નિયામક પાટીદાર ,પુરવઠા અધિકારી સુશ્રી દિપ્તિ પ્રજાપતી તેમજ મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.