મંત્રી ગજેંન્દ્રસિંહ પરમાર વંદે ગુજરાત પ્રદર્શનને ખુલ્લુ મુકી સખી મેળાનું ઉદ્દઘાટન કરશે.
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
રાજય સરકાર દ્વારા “વંદે ગુજરાત ૨૦ વર્ષનો સાથ ૨૦ વર્ષનો વિશ્વાસ” કાર્યક્રમ અંતર્ગત હિંમતનગર ખાતે ગ્રામીણ વિકાસ મંત્રાલય ભારત સરકાર અને ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકારનાં સંયુક્ત ઉપક્રમે સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શનનું આયોજન કરાયું છે. જેને અન્ન અને નાગરીક પુરવઠા રાજ્ય મંત્રી ગજેંન્દ્રસિંહ પરમારના હસ્તે આરંભ કરવામાં આવશે
આજે તા. ૦૮ જૂન ૨૦૨૨, બુધવારના રોજ સાંજે ૫:૦૦ કલાકે હિંમતનગરના સહકારી જીન રોડ પર આવેલા જ્યોતિ સુપર માર્કેટની બાજુમાં સખી મેળો અને પ્રદર્શનનો પ્રારંભ થશે જેમાં જિલ્લાના સાંસદશ્રીઓ,જિલ્લા પંચાયત પ્રમુખ તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ તથા મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
હિંમતનગર ખાતે ગુજરાત સરકારની ૨૦ વર્ષની વિકાસયાત્રાના પ્રદર્શનની સાથે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત કાર્યરત સ્વસહાય જુથની મહિલાઓ દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓના વેચાણ ૮ થી ૧૪ જૂન દરમિયાન યોજાનાર જિલ્લા કક્ષાના પ્રાદેશિક મેળામાં કરવામાં આવશે.
જે અંતર્ગત આ પ્રદર્શન તથા મેળામાં અલગ-અલગ તાલુકાના સ્વસહાય જુથની મહિલાઓ દ્વારા ઉત્પાદિત વિવિધ ચીજવસ્તુઓ જેવી કે હેન્ડીક્રાફ્ટ, હોમ ડેકોર, કુર્તી, ખાદ્યસામગ્રી, કટલરી સહિતની અન્ય વસ્તુઓનું વેચાણ થશે. પ્રદર્શન તથા મેળામાં જાહેર જનતાને ભાગ લેવા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.