કપિલ પટેલ દ્વારા અરવલ્લી
આજરોજ પ્રાંત અધિકારી મોડાસાના અધ્યક્ષ સ્થાને મેઘરજ તાલુકામાં પાણી સમિતીની બેઠક રાખવમાં આવી. જેમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી, ઇ.ચા.ના.કા.ઇ.શ્રી ભિલોડા ,આસી. ટેકનીકલ વાસ્મો,ના.કા.ઇ.શ્રી યુ.જી.વી.સી.એલ,તલાટી કમ મંત્રી મેઘરજ/રામગઢી,સરપંચશ્રી મેઘરજ/રામગઢી તથા સ્થાનિક પદાધિકારીશ્રીઓ હાજર રહેલ જેમાં નલ સે જલ યોજનાના ટેસ્ટીંગ ઝડપથી પુર્ણ કરવા,જયાં વાસ્મોનું કામ પ્રગતિ હેઠળ છે ત્યાં જુથ યોજના થકી ફળીયમાં સ્ટેન્ડ પોસ્ટ મુકવા બાબતે તથા મિની પોકેટ યોજનાના અધુરા કામો સત્વરે પુર્ણ કરવા તેમજ ભુતિયા ગામના પાણીના પ્રશ્નનું આવતીકાલ તા.૦૮/૦૬/૨૦૨૨ સુધી નિરાકરણ કરવા સુચના આપવામાં આવી.