Breaking NewsLatest

આંતરરાષ્ટ્રીયકાવ્ય લેખન સ્પર્ધામાં ભાવનગર જિલ્લાના મુલાણી સમઢીયાળા ગામની લેઉવા પટેલ સમાજની પુત્રવધુ અંકિતા મુલાણીનું કાવ્ય “ભારતમાતાનો પુત્ર હું” વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયામાં પસંદગી પામ્યું.

ગત 26, જાન્યુઆરી નિમિત્તે દેશ પરદેશ આંતરરાષ્ટ્રીય મેગેઝીન દ્વારા એક દેશભક્તિ અને શૌર્યગીત કાવ્ય લેખનની એક દિવસીય મૅગેઝિનના કમિટી મેમ્બરો અને બ્રાન્ડ એમ્બેસેડર ઈવા બેન પટેલ દ્વારા સ્પર્ધા યોજવામાં આવેલી. તે અંતર્ગત સમગ્ર વિશ્વમાંથી અનેક સર્જકોએ પોતાના કાવ્યો મોકલાવેલા. તેમાંથી ક્ષતિરહિત ૧૦૦ કાવ્યોની પસંદગી થઈ અને એ કાવ્યો ખૂબ જ ટૂંકા ગાળામાં “કાવ્ય અમૃત” પુસ્તકરૂપે પ્રકાશિત થશે. આ સ્પર્ધા અને બૂકને World Record India એ રેકોર્ડ કરી છે.

તે અંતર્ગત અમરેલી જિલ્લાના ધારગણી ગામના શ્રીમતી કંચનબેન રાજેશભાઈ છગનભાઈ વેકરિયાની ૨૮ વર્ષીય સુપુત્રી અંકિતા નિખિલ મુલાણી દ્વારા લખાયેલું કાવ્ય “ભારતમાતાનો પુત્ર હું” પસંદગી પામ્યું છે. અને અંકિતા મુલાણીનું નામ સાહિત્યજગતમાં પ્રસિદ્ધિ પામતા તેઓ World Record India Holder With Gold Medal બન્યા છે. વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયા તરફથી તેઓને ગોલ્ડ મેડલ, રેકોર્ડ સર્ટિફિકેટ અને પોકેટ પિન 21, ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસે એનાયત કરવામાં આવી છે.

અંકિતા મુલાણી છેલ્લા ૬ વર્ષીથી સાહિત્યવિશ્વ સાથે જોડાયેલા છે. અને રિચ થીંકર ઉપનામથી ખ્યાતનામ થયા છે. તે અંતર્ગત ધારગણી ગામની પોતાની છઠ્ઠી પેઢીના વારસદારની ૨૪૦ વર્ષ પહેલાંની સત્ય અને સમર્પણની ઘટનાને બુક સ્વરૂપે આલેખી “વારસદાર” પુસ્તક મૂલ્ય:અમૂલ્ય સાથે સમાજને તેમજ ગુજરાતના દરેક પુસ્તકાલયમાં સમર્પિત કર્યું છે. તે સાથે સહિયારા દસથી વધુ પુસ્તકો લખ્યા છે. આજનું યુવાધન જ્યારે દિશાહીન થઈ રહ્યું છે ત્યારે આ યુવા લેખિકાએ પોતાની કલમ દ્વારા આજના યુવાધનને યોગ્ય રાહ મળે તેવું સરાહનીય નિઃસ્વાર્થભાવે કાર્ય કર્યું છે. તેમજ તેઓ અનેકવિધ સામાજહિતના કાર્યો સાથે જોડાઈને પ્રેરણાત્મક વિચારોની સરવાણી પાથરે છે. મા સરસ્વતીની કૃપાથી તેઓએ શાળા કોલેજોમાં પણ અસંખ્ય મેડલો અને સર્ટિફિકેટો મેળવ્યા છે અને સાહિત્યવિશ્વમાં માત્ર ૨૮ વર્ષની ઉંમરે તેઓ સુપ્રસિદ્ધ લેખક બની અનેક જાહેર કાર્યક્રમોમાં અતિથિ વિશેષનું સન્માન મેળવવા સક્ષમ બન્યા છે.

અંકિતા નિખિલ મુલાણી એ અમરેલી જિલ્લાના ધારગણી ગામના શ્રી.રાજેશભાઈ છગનભાઈ વેકરિયા પરિવારની દીકરી છે અને ભાવનગર જિલ્લાના મુલાણી સમઢીયાળા ગામના શ્રી.બીપીનભાઈ નાથાભાઈ મુલાણી પરિવારની પુત્રવધુ છે. અંકિતાએ આ બે પરિવારનું જ નહીં પરંતુ વિશ્વ વિક્રમ વિજેતા બની બે જિલ્લાનું અને લેઉવા પટેલ સમાજનું પણ ગૌરવ વધાર્યું છે.
અને ત્રણ દાયકાની જિંદગી પુસ્તકને પણ એક બીજો એવોર્ડ છે
“ઈન્ટરનેશનલ વર્લ્ડ રેકોર્ડ ઓફ આઈ એમ સોશિયલ સોલ્જર”

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વર્લ્ડ હેરીટેજ વીક – ૨૦૨૪ કચ્છ નહિ દેખા,તો કુછ નહિ દેખા; કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ – ધોળાવીરા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં તા. ૧૯…

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ

અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલમાં પેઇનલેસ પથરી ની સારવાર ઉપલબ્ધ થઈ છે…

1 of 672

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *