મંત્રીશ્રીએ પણ તેનાથી પ્રભાવિત થઇને તેને તેડીને વ્હાલ વરસાવી જાહેર સન્માન કર્યું
——–
અલ્પેશ ડાભી બ્યુરો ચીફ ભાવનગર
ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે યોજાયેલાં કેન્દ્ર સરકારની ૮ વર્ષની ઉપલબ્ધિઓ અંગે યોજાયેલાં કાર્યક્રમમાં ભાવનગરની આંગણવાડીમાં અભ્યાસ કરતી પાર્થવી હિતેષભાઇ ચૌહાણે પરી પહેરી તેવી માથે પંખ લગાવીને તેમજ સ્કૂલ યુનિફોર્મમાં પોતાની કાલીઘેલી બોલીમાં બોલીને સમગ્ર શ્રોતાગણ સાથે મંચાસિન મહાનુભાવોને પણ તાળીના નાદથી વધાવવાં માટે મજબૂર કરી દીધાં હતાં.
પાર્થવીએ તેને આંગણવાડીમાં જવું કેમ ગમે છે તેના વિશે બાળકની ભાષામાં વાત કરીને જ્યારે કહ્યું કે, મારી મમ્મી હું જ્યારે યુનિફોર્મ પહેરીને જાઉં છું તો મારી મમ્મી મને ‘ઢીંગલી જેવી લાગું છું’ તેવું કહે ત્યારે ખૂબ સારું લાગે છે તેવું કહેતાં સમગ્ર હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો હતો.
મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી અને મેયર સહિતના મહાનુભાવો પણ આ નાનકડી પરી હજું બોલ્યાં જ કરે તેવાં ભાવ સાથે તેને તલ્લીનતાથી સાંભળી રહ્યાં હતાં.
જ્યારે બાળકીએ ગાયત્રી મંત્ર ‘ઓમ ભૂર્ભૂવઃ સ્વઃ’ નું પઠન કર્યું તો તેને સાંભળ્યાં બાદ મંત્રીશ્રીએ સ્વયં આ બાળકીને વ્હાલ વરસાવતાં તેના વિશેની જાણકારી મેળવી ભૂલકાઓ જેવાં સવાલ કરીને તેને આનંદમાં લાવી દીધી હતી. અને પાર્થવીનું મહાનુભાવોનું જે રીતે બુકેથી સ્વાગત કરવામાં આવ્યું હતું તે રીતે તેનું તેડીને બૂકે આપીને પોતાની બાળકો માટેની સહ્યદયતાનો પરિચય કરાવ્યો હતો.
મંત્રીશ્રીએ એમ પણ કહ્યું કે, આટલી નાની ઉંમરની બાળકીને આટલાં મોટા મંચ પર આવીને બોલવું તે ભારત બદલાઇ રહ્યું છે તેનું ધ્યોતક છે. આવતીકાલનું ભારત પાર્થવી જેવાં તેજસ્વી અને હોંનહાર બાળકોને લઇને ઉજ્જવળ બની રહેવાનું છે તેવી મંગલ કામના પણ તેમણે કરી હતી.