Breaking NewsLatest

વલ્લભીપુરના મોણપરનો યુવાન જતાં જતાં પાંચના જીવન ઉજાળતો ગયો

સુરતમાં રત્ન કલાકાર યુવાનનું બાઇક સ્લીપ થતાં થયો હતો બ્રેઇન ડેડ

ક્ષત્રિય કારડીયા  રાજપૂત પરિવારે દુઃખની ઘડીમાં પણ કર્યો અંગદાનનો સ્તુત્ય નિર્ણય

વલ્લભીપુર      તા.૧૮
ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના મોણપુર ગામના
ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજના નવયુવાનનું સુરત ખાતે બાઇક અકસ્માતમાં બ્રેઇન ડેડ થતાં એમના પરિજનોએ યુવાનના અંગદાનનો નિર્ણય કરી ત્રણ લોકોના જીવનમાં ઉજાશ ફેલાવ્યો છે.  સુરત ખાતે હીરા ઘસવાનું કામ કરતો યુવાન 15 જૂનની રાત્રીએ બાઇક લઈને જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત થતાં તેનું માથું જમીન સાથે અથડાયું હતું. માથામાં ગંભીર ઇજાને કારણે સુરતની કિરણ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયેલા યુવકને ફરજ પરના તબીબોએ બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો.

મૂળ વલ્લભીપુરના મોણપર ગામનો 32 વર્ષીય પૃથ્વીરાજસિંહ ચૌહાણ સુરતમાં હીરા ઘસીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગત 15મીએ બાઇક સ્લીપ થતાં માથામાં તેને ગંભીર ઇજા પહોંચી હતી. ડૉકટરોએ તેને બ્રેઇન ડેડ જાહેર કરતા પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું. જો કે પોતાના વ્હાલાસોયા કંધોતરને ગુમવાવવાની દુઃખદ ઘડીમાં તેના પરિજનોએ એક સ્તુત્ય પગલું ભરી યુવકના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. આથી કિરણ હોસ્પિટલમાં બન્ને કિડની, બન્ને આંખો અને લીવર તથા હૃદયનું અંગદાન કરવામાં આવ્યું હતું. જો કે હૃદયમાં બ્લડ ક્લોટ જામી જતા હૃદયનું દાન શક્ય બન્યું ન હતું. આ અંગ દાન થકી પાંચ વ્યક્તિને નવજીવન મળ્યું છે.

ત્યારે આજે અંગદાન બાદ અંગદાતા યુવકનો મૃતદેહ તેના માદરે વતન મોણપુર ગામમાં લાવતામાં આવતા  સમસ્ત ગામલોકો મોટી સંખ્યામાં સ્મશાનયાત્રામાં જોડાયા હતા ચૌહાણ પરિવારના નિર્ણયને આવકર્યો હતો અને પરિવારને સાંત્વના પાઠવી મૃતકના આત્માને સદગતિ મળે એવી પ્રાર્થના કરી હતી.  મૃતક યુવક પૃથ્વીરાજસિંહ બે પુત્રો અને પત્નીને વિલાપ કરતા છોડી ગયા છે.

અહેવાલ: ધર્મેન્દ્રસિંહ સોલંકી, વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *