તા. ૨૧/૦૬/૨૦૨૨નાં રોજ ભક્તરાજ દાદા ખાચર કૉલેજ –ગઢડા ખાતે ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ અંતર્ગત વિશ્વ યોગ દિવસ નિમિત્તે ‘માનવતા માટે યોગ’ શીર્ષક તળે યોગાભ્યાસનું આયોજન કરવમાં આવ્યું હતું. કૉલેજનાં પ્રાંગણમાં રમતગમત અને રાષ્ટ્રીય સેવા યોજ્ના એકમ દ્વારા આયોજિત યોગાભ્યાસમાં બહોળી સંખ્યામા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે અધ્યાપકો અને બિનશૈક્ષણિક સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રમતગમત વિભાગનાં અધ્યક્ષ ડૉ. ચંદ્રકાંત ગોહેલે યોગ, આસન, પ્રાણાયામ અંગે વિસ્તૃત માહિતી આપી અને યોગનું નિદર્શન કર્યું હતું. સાથે જ અમિત રાણા દ્વારા વિવિધ આસનોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. અર્થશાસ્ત્ર વિભાગનાં અધ્યક્ષ બી. જે. બોરિચા દ્વારા નેતિક્રિયાનું નિદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનાં અંતે આચાર્ય એચ.વી.સેંજલિયાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. વિશ્વ યોગ દિવસ નિમિત્તે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન રમતગમત વિભાગ અને એન.એન.એસ. વિભાગનાં સંયુક્ત ઉપક્રમે પી.ટી.આઈ. -ડૉ. ચંદ્રકાંત ગોહેલ, કાર્યક્રમ અધિકારી ડૉ. વિરેનકુમાર પંડ્યા તથા કોમલ શહેદાદપુરી દ્વારા કરવામાં આવ્યું હતું.
અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલ્લભીપુર