કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લા આદિજાતિ વિભાગ સંચાલિત સરકારી એકલવ્ય મોડલ સ્કૂલ માં આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે સ્કૂલ નો સ્ટાફ બાળકો તેમજ પ્રયોજના વહીવટદાર કચેરી અને આદિજાતિ વિભાગ ના પ્રયોજના વહીવટદાર અને અધિક કલેકટર એસ પી મુનિયા તેમજ એમ કે મણવર મદદનીશ કમિશ્નર આદિજાતિ વિભાગ અરવલ્લી તેમજ એકલવ્ય મોડલ સ્કૂલ શામળપુર તેમજ એકલવ્ય મૉડલ સ્કૂલ મેઘરજ ના આચાર્ય ની રાહબરી હેઠળ આદિજાતિ કચેરી નો સ્ટાફ તેમજ 500 જેટલા વિદ્યાર્થીઓ એ યોગ પ્રાણાયામ કર્યા અને યોગ વિષે ની માહિતગાર કરવામાં આવ્યા હતા યોગ ના ફાયદા તેમજ પ્રાણાયામ ના ફાયદાકારક અભ્યાસક્રમ માં તેમજ રોગ માં કેવી રીતે ઉપયોગી થાય તે અંગે વિસ્તુત માહિતી આપવામાં આવી અને શાનદાર ઉજવણી કરવામાં આવી હતી તેમજ સ્કૂલમાં રોજે રોજ યોગ શિક્ષક દ્વારા નિયમિત યોગ પણ કરાવવામાં આવે છે આજે તમામ સ્ટાફ અને બાળકો એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો