કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લા માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ધનસુરા તાલુકા માં પણ ૮ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની વિવિધ જગ્યાએ ઉજવણી કરવામાં આવી હતી.યોગ એ ભારતીય પરંપરા ધ્વારા વિશ્વ ને અપાયેલી એક અમૂલ્ય ભેટ છે માનવજાતને આરોગ્ય સુખાકારી અને માનવતા તરફ દોરવા ના ઉમદા હેતુથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે ધનસુરા ની જે.એસ.મહેતા હાઇસ્કુલ, ઓધવ વિદ્યામંદિર સહિત તાલુકાની વિવિધ હાઇસ્કૂલો અને પ્રાથમિક શાળાઓમાં યોગ દિવસ નિમિત્તે યોગ કરી ઉજવણી કરવામાં આવી હતી.ધનસુરા ની વિવિધ સ્કૂલો ખાતે મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને બહોળી સંખ્યામાં પ્રજાજનો એ યોગ કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી.જે. એસ. મહેતા હાઈસ્કૂલ ખાતે આચાર્ય, કેળવણી મંડળ ના પ્રમુખ, હોદ્દેદારો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઓ ઉપસ્થીત રહ્યા હતા.ઓધવ વિદ્યામંદિર ખાતે પણ આચાર્ય, મંડળ ના હોદ્દેદારો,શિક્ષકો, વિદ્યાર્થીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.