અંબાજી નજીક રેલ્વે પોલીસનો જવાન 262 વીદેશી દારુ સાથે ઝડપાયો, અંબાજી પોલીસની સુંદર કામગીરી
શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું હોવાથી અંબાજી સરસ્વતી નગરી તરીકે ઓળખાય છે. અંબાજી આસપાસ રાજસ્થાન રાજ્યની બંને સરહદ આવેલી હોવાથી અહી છાપરી અને જાંબુડી ખાતે ગુજરાત પોલીસે ચેકપોસ્ટ શરૂ કરી છે ત્યારે અહીથી આવતી જતી ગાડીઓનુ ચેકીંગ પોલીસ કરતી હોય છે ત્યારે મંગળવારે બપોર બાદ ગૂજરાત છાપરી બોર્ડર પર આબુરોડ તરફથી અંબાજી તરફ આવી રહેલી બલીનો કાર પર પોલીસે ચેકીંગ હાથ ધરતા કારમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી અને ત્યારબાદ છાપરી ચેક પોસ્ટ પરથી અંબાજી પોલીસ સ્ટેશનમાં લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અંબાજી પોલીસ સ્ટેશનથી મળતી માહિતી પ્રમાણે 21જુનના રોજ બપોર બાદ બ્લ્યુ કલરની બલીનો કાર રાજસ્થાન તરફથી અંબાજી તરફ આવી રહી હતી ત્યારે છાપરી પોલીસે આ કાર નુ ચેકીંગ હાથ ધરતા કારમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી અને ત્યારબાદ અંબાજી પોલીસ સ્ટેશનમાં લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
@@કેટલી બોટલ પકડાઈ @@
કાલુપુર રેલ્વે પોલીસ મા ફરજ બજાવતા આરપીએફ જવાનની કારમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ કારમાંથી 262 બોટલ પકડાઈ હતી જેની કિંમત 3,46,000 હજાર રૂપિયા થાય છે અને બલીનો કાર ની કિંમત 5,00,000 લાખ થાય છે. અંબાજી પોલીસ વઘુ તપાસ હાથ ધરી છે.
@@ બાબુસિંહ યાદવ પોલીસ જવાન પકડાયો વીદેશી દારૂ સાથે @@
કાલુપુર રેલવે પોલીસમાં ફરજ બજાવતા આરપીએફ જવાનની કારમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. રક્ષક બન્યા ભક્ષક અંબાજી પીઆઈ અને તેમની ટીમે આજે સુંદર કામગીરી હાથ ધરી હતી.
અંબાજી પ્રહલાદ પૂજારી