રિપોટ આંનદ ગુરવ સુરત
કાપડ વેપારીઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે કાપડ માર્કેટમાં લગ્ન સારા સિઝન હોવાથી અન્ય રાજ્યોના વેપારીઓ કાપડ અને ડ્રેસ માટેરિયલ્સ લઈ ગયા હતા.પરંતુ રિટેલ માર્કેટમાં નબળી ખરીદી રહેતા અન્ય રાજ્યોમાંથી પાર્સલ પરત આવતા વેપારીઓની ચિંતામાં વધારો થયો છે.જેને લઈ પાર્સલના ગોડાઉનનો પણ ભરાઈ ગયા છે જેના કારણે નવા પાર્સલ મુકવા માટે ગોડાઉનમાં જગ્યા મળતી નથી .સુરત ટેક્સટાઇલ ટ્રાન્સપોર્ટ એન્ડ ગુડ્સ એસોસિએશનના પ્રમુખ યુવરાજ દેસલેએ માહિતી આપતા જણાવ્યું હતું કે બે મહિના પહેલા જે અન્ય રાજ્યના વેપારીઓ માલ ખરીદી કરી લઇ ગયા હતા તે હવે પરત કરી રહ્યા છે.રિટેલ માર્કેટની નબળી ખરીદીના કારણે રોજના લગભગ 3 હજાર જેટલા પારસલો પરત સુરત આવી રહ્યા છે જેને લઈ નવા પાર્સલ માટે હાલ ગોડાઉનમાં જગ્યા પણ નથી મળી રહી છે.
મંદીએ ફરી કાપડ વેપારીઓની ચિંતા વધારી
દરરોજ 3000 હજારથી વધુ પાર્સલો પરત આવી રહ્યા
વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરો બંને ભીંસમાં