કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાનાં મોરચંદ ખાતેના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ બાદ મોરચંદ ગામ પંચાયત ખાતે ચાલતાં ઇ-ગ્રામ સેન્ટરની મુલાકાત લીધી હતી. ગ્રામ સેન્ટર ખાતે જરૂરી સાધન-સુવિધાઓ તથા ગ્રામ સુવિધા પોર્ટલ પર મિલકતની એન્ટ્રી અંગેની ચકાસણી કરી સેન્ટરની સમગ્ર કામગીરીની સમીક્ષા કરી હતી.
કલેક્ટરશ્રી ઇ-ગ્રામ સેન્ટર ખાતે કોમ્પ્યુટર, સ્કેનર, વેબ કેમેરા, ઇન્ટરનેટ કનેક્ટીવિટી, ડિજિટલ સેવા સેતુ, જન્મ મરણનાં રજીસ્ટરની એન્ટ્રી, પંચાયત ટેક્સની વિગતો સહિતની બાબતોની સમીક્ષા કરી હતી અને જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
મોરચંદ ગ્રામ પંચાયતનું ગ્રામ પંચાયતનાં સભ્યો સાથે મળીને તેમના પ્રશ્નો સાંભળ્યાં હતાં. તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવાં ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે ઘોઘા મામલતદારશ્રી એ. આર. ગઢવી, ઘોઘા ટી. ડી. ઓ.શ્રી એ. આર. પટેલ, મોરચંદ ગામનાં સરપંચશ્રી લગ્ધીરસિંહ, એજ્યુકેશન ઇન્સ્પેક્ટરશ્રી વ્યાસ, તેમજ મોરચંદ ગ્રામ પંચાયતનાં સભ્યો સાથે રહ્યાં હતાં.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
અલ્પેશ ડાભી બ્યુરો ચીફ ભાવનગર