વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પેટ્રોલીગમાં હતી તે દરમિયાન એલ.સી.બી.પી.આઇ આર.એન.રાઠવા,તેમજ પો.સબ.ઇન્સ.એલ.સી.બી. નાઓએ તાબાના સ્ટાફને વધુમાં વધુ પ્રોહીબીશનના કેસો શોધી કાઢવા જરૂરી સુચના/માર્ગદર્શન આપેલ,
જે આધારે આજરોજ એલ.સી.બી.ટીમના એલ.સી.બી. ટીમના અ.હે.કો.મુકેશભાઇ પાંચાભાઇ ડાંગર બ.નં.-૧૦૩૧ નાઓને બાતમી હકિકત મળેલ કે,એક ડાર્ક ગ્રે કલરની ઇનોવા ગાડી નં.GJ-07-DD-3633 નો ચાલક પોતાના કબ્જાની ઇનોવા ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી કરજણ તરફથી આવી મુવાલ ગામ થઇ જબુંસર તરફ જનાર છે જે ચોકકસ હકિકત આધારે એલ.સી.બી.ટીમ વડુ પોલીસ સ્ટેશનની હદના વાસણા રેપ
ગામના બસ સ્ટેન્ડ પાસે રોડ ઉપર છુટા છવાયા ઉપરોક્ત બાતમી વાળી ઇનોવા ગાડીની વોચમાં હાજર હતા દરમ્યાન થોડીવારમાં ઉપરોક્ત બાતમી હકિકત વાળી ગાડી આવતા તેને કોર્ડન કરી ઝડપી પાડી ગાડીમાં ડ્રાઇવર ઇસમ નામે અજયકુમાર શંકરલાલ સુચલ રહે.હાલ દહેજ ગામ રામજી મંદીર સામે તા.વાગરા જી.ભરુચ મુળ રહે.પલાના તા.માવલી જી.ઉદેપુર રાજસ્થાનનો એકલો હોય જેને સાથે રાખી ઇનોવા ગાડીમાં ચેક કરતા પાછળની સીટ તેમજ ડેકીમાં ભારતીય બનાવટનો વિદેશી દારુ ભરેલ હોય જેને બહાર કાઢી ગણતરી કરતા જુદા જુદા માર્કાની ભારતીય બનાવટની
વિદેશી દારૂની બોટલો/પાઉચ નંગ-૧૪૪૦ કિ.રૂ.૧,૪૪,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૧ કીરૂ. ૧૦,૦૦૦/- તથા ઇનોવા ગાડીની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૬,૫૪,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ ઇસમને વિદેશી દારુ કયાંથી ભરી લાવેલ અને કોને આપવાનો હતો તે બાબતે પુછતા આ વિદેશી દારુ પકડાયેલ આરોપીના સગાભાઇ પવનકુમાર શંકરલાલ સુયન રહે, હાલ વડોદરા સુભાનપુરા મુળ રહે.પલાના તા.માવલી જી.ઉદેપુર રાસ્થાન તથા કુણાલ ખટીક જેનાપુરા નામની ખબર નથી રહે. માવલી જી.ઉદેપુર રાજસ્થાન નાએ ભરીને મોકલેલ હતો અને તેઓના કહ્યા મુજબના ઇસમને વિદેશી દારૂનો જથ્થો આપવાની હકિકત જણાવતા પકડાયેલ
ઇસમ તેમજ નહી પકડાયેલ ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વડુ પોલીસ સ્ટેશનમાં પ્રોહી ગણનાપાત્ર કેસ
રજિસ્ટર કરાવી પકડવાના બાકી આરોપીઓની માહિતી મેળવી આરોપીઓને ધરપકડ કરવાના ચક્રો ગતીમાન કરવામાં આવેલ છે
રીપોર્ટ નિલેષ ઢીલા