Latest

ભાવનગર મહાનગર પાલિકા ખાતે મોટો છબરડો સામે આવ્યો

. જેને પગલે પોલીસ ફરિયાદ સુધી વાત પહોંચી હતી. BMCના સ્ટોર સુપ્રિ.એ રૂ.12નો ચેક ખોઈ નાખતા અરજદારે પોલીસ ફરિયાદ કરવા મંજૂરી માંગી.

 

ભાવનગર મહાનગરપાલિકાના એક વિભાગના અધિકારીએ માત્ર 12 રૂપિયાનો ચેક લખી આપવામાં આંખ આડા કાન કરતા મામલો વટે ચડતા હવે અરજદારે પોલીસ ફરિયાદ માટે ઇન્ચાર્જ મ્યુન્સિપલ કમિશનર પાસે મંજૂરી માંગી છે. માત્ર બાર રૂપિયાના ચેક માટે 12 વખત ઉઘરાણી કરી અંતે કંટાળેલા અરજદારે પોલીસ ફરિયાદ નોંધાવવા મંજુરી માંગી છે. જેને લઈ આ પ્રકરણની ભારે ચર્ચાઓ થઈ રહી છે. આ અંગે વિગતો એવી છે કે, અરજદારને RTEની અરજી અંગે પ્રથમ અપીલ અધિકારીના હુકમ મુજબ સ્ટોર વિભાગ દ્વારા રૂ.12નો ચેક રીફન્ડ પેટે અરજદારને આપવામાં આવ્યો હતો. જે ચેક બેંકમાં નહિ ભરતા મુદત પૂર્ણ થઈ ગઈ હતી. આથી અરજદારે રિવેલીડ ચેકની માંગ કરી હતી. આ કિસ્સામાં અરજદાર મનીષ શાહે નવી તારીખ સાથેનો ચેક મેળવવા તંત્ર પાસે વારંવાર માંગ કરી લગભગ 12 વખત રિમાઇન્ડ કર્યું હતું. પરંતુ સ્ટોર સુપ્રી.એ કોઈ પ્રત્યુતર નહિ પાઠવતા આખરે સ્ટોર સુપ્રી. સામે પોલીસ ફરિયાદ નોંધાવવા તેમણે ઇન્ચાર્જ મ્યુન્સિપલ કમિશનર પાસે મંજૂરી માગી છે. જેને લઇ જેથી મામલો ગરમાયો હતો.

 

અલ્પેશ ડાભી બ્યુરો ચીફ ભાવનગર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *