Latest

ઉમરાળાના પ્રાણ પ્રશ્નોની મુખ્યમંત્રીને રૂબરૂ રજુઆત કરતા યુવા સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમ

 

ઉમરાળા ગામના સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમ દ્વારા તાજેતરમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની રૂબરૂ મુલાકાત કરવામાં આવી હતી ઉમરાળા ગામ અને તાલુકાના મૂળભૂત અને પ્રાણ પ્રશ્નોની ધારદાર રજુઆત કરી હતી
ઉમરાળા ખાતે તાલુકા સેવા સદન નવું બિલ્ડિંગ નિર્માણ કાર્ય, ઉમરાળા ગામે વિજ્ઞાન પ્રવાહ બિલ્ડીંગ નિર્માણ,ઉમરાળા ગામ અને તાલુકાના રોડ રસ્તાઓને રિકર્પેટ કરાવવા,અને ઉમરાળાના વિકાસને લગતાં મુદ્દાઓ ઉપર ખૂબ ઊંડાણ પૂર્વક ચર્ચા કરી હતી ઉમરાળા સેવા સદન અને વિજ્ઞાન પ્રવાહ સ્કૂલના બિલ્ડીંગને મંજૂરી મળ્યાને વર્ષો વીતી ગયા છતાં કામ ચાલુ કરવામાં આવ્યુ નથી એ બાબતે સરપંચ ધર્મેન્દ્રભાઈ દ્વારા ધારદાર રજુઆત કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સેવા સદન અને સાયન્સ સ્કૂલ બિલ્ડિંગના કામ તાત્કાલિક ચાલુ થાય એ માટે સચિવને આદેશ આપ્યા હતા અને વહેલી તકે કામ ચાલુ થશે એવી બાંહેધરી આપી હતી ઉમરાળા સરપંચ દ્વારા માત્ર 6 મહિનામાં થયેલ વિકાસના કાર્યો અંગે અભિનંદન આપ્યા હતા અને ઉમરાળાના વિકાસ માટે તમામ મદદની ખાતરી આપી હતી

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *