જિલ્લા પોલીસ વડા સહિત કાફલાએ ફ્લેગ માર્ચ કરી
ગઢડા(સ્વામીના) ખાતે જગન્નાથજી રથયાત્રા સમિતિ આયોજિત પરંપરાગત આગામી ૨૯ મી રથયાત્રા ના પગલે જવાબદાર તંત્ર સાબદુ બની શાંતિપૂર્ણ રીતે રથયાત્રા સંપન્ન કરવાની જવાબદારી નિભાવી રહ્યું છે.
આ રથયાત્રા અનુસંધાને પોલીસ વિભાગ તરફથી રથયાત્રા ના સમગ્ર રૂટનું નિદર્શન કરવામાં આવ્યું હતુ. આ રૂટ નિદર્શન દરમિયાન પોલીસ ની ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. જે માટે બોટાદ જિલ્લા પોલીસ વડા ડૉ. કરણરાજ વાઘેલા, ડી.વાય.એસ.પી, એલ.સી.બી, એસ.ઓ.જી અને સ્થાનિક પોલીસ સહિતનો મસમોટો કાફલો ફ્લેગ માર્ચ મા જોડાયો હતો. ઉલ્લેખનીય છે કે ગઢડા ખાતે યોજાતી ભગવાન જગન્નાથજી ની રથયાત્રા રાજ્યમાં ત્રીજા નંબરનું સ્થાન ધરાવે છે. આ રથયાત્રાના તમામ રૂટ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે સી.સી.ટી.વી. કેમેરાથી પુરેપુરી તકેદારી રાખવામાં આવશે. આ ફ્લેગ માર્ચ દરમિયાન લોકો શાંતિથી ભગવાન જગન્નાથજી ની રથયાત્રા ના દર્શન કરે અને જાગૃતિ પૂર્વક ધાર્મિક ઉત્સવ માં જોડાઈ ને સહયોગ આપે તેવી જીલ્લા પોલીસ વડાએ અપીલ કરી હતી.
રિપોટ જયરાજભાઈ ડવ ગઢડા