કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં અનુસૂચિત જાતિની વધુ વસ્તી ધરાવતા એક તાલુકા મથક ખાતે 06 જુલાઈ થી 12 જુલાઈ સુધી 7 દિવસીય યોગ સેમીનારનું આયોજન વિનામૂલ્યે હાથ ધરવામાં આવનાર છે.
યોગમાં રસ ધરાવતા અનુસૂચિત જાતિના ઉમેદવારોએ જિલ્લા રમત વિકાસ અધિકારીના મોબાઈલ નંબર 9898525047 ઉપર સંપર્ક કરીને યોગ સેમીનાર માટેના પ્રવેશપત્ર મેળવીને તેમાં સંપૂર્ણ વિગતો ભરીને 4 જુલાઈ સુધીમાં યુક્ત સરનામે રુબરુ અથવા ટપાલ મારફતે મોકલી આપવાની રહેશે. પસંદ થયેલ ઉમેદવારોને જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા યોગ સેમીનાર અંગેની જાણ કવામાં આવશે.