અમદાવાદ: અમદાવાદની શ્રી ન્યુ વિદ્યાવિહાર ફોર ગર્લ્સ દ્વારા શિક્ષણ સેવા યજ્ઞના 50 વર્ષ પૂર્ણ કરતા પર્યાવરણ જન જાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું.
: અમદાવાદના નવા વાડજ ખાતે શ્રી સાકળચંદ બાપુજી ટ્રસ્ટ દવારા સંચાલિત કન્યાઓની કેળવણી માટે 1973માં શરૂ કરવામાં આવેલ શ્રી ન્યુ વિદ્યાવિહાર ફોર ગર્લ્સ દ્વારા શિક્ષણ સેવા યજ્ઞના 50 વર્ષ પૂર્ણ કરતા સુવર્ણ જયંતીના ઉજવણીના ભાગરૂપે પર્યાવરણ જન જાગૃતિ રેલીનું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ડીજેના મધુર દેશભક્તિ ગીતો સાથે લોકોમાં પર્યાવરણની જાળવણી, વૃક્ષો વાવવા અને જતન સાથેના જુદા જુદા આશરે 100 સંદેશ આપતા બેનર સાથે આશરે 1200 જેટલા વિદ્યાર્થીઓ ઊંટગાડીમાં સવાર થઈ નવા વાડજથી શરૂ થઈ ભીમજીપૂરા અને ત્યારબાદ અખબાર નગર સર્કલ થઈ સ્કૂલ પરત સુધીની 3 કિમીની રેલીમાં જોડાયા હતા અને નિર્ધારિત કરેલ રૂટ પર રેલીને ફેરવવામાં આવી હતી.
આ રેલીને પૂર્વ ગૃહમંત્રી તેમજ ગુજરાત પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી અને ગાંધીનગર લોકસભા સંયોજક ડો હર્ષદભાઈ પટેલ દ્વારા લીલી ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. કાર્યક્રમના શુભારંભમાં રજનીભાઈ પટેલ દ્વારા સ્કૂલના વિદ્યાર્થીઓને સંબોધન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભાજપના નેતા ઋત્વિક પટેલ, રમત ગમત સેલના સંયોજક તેમજ અસારવા વિધાનસભાના પ્રભારી મનીષભાઈ પટેલ, કોર્પોરેટર જીગ્નેશ પટેલ સહિત ટ્રસ્ટી રૂપેશભાઈ પટેલ સહિત આચાર્ય અંકિતાબેન પટેલ અને દર્શનાબેન પટેલ સહિત ટ્રસ્ટીગણ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. સ્કૂલના ટ્રસ્ટી રૂપેશભાઈ પટેલ દ્વારા આ રેલી અંગે માહિતી આપી હતી તો ડો હર્ષદભાઈ પટેલ દવારા તેમની ઉપસ્થિત અંગે હર્ષની લાગણી વ્યક્ત કરી હતી અને આ સ્કૂલના 50 વર્ષ પૂર્ણતાને બિરદાવી હતી.