સુરત જિલ્લા સહિત ઉપરવાસમાં વધુ પડતા વરસાદને કારણે પુર જેવી સ્થિતિનું નિર્માણ દર વર્ષે થાય છે તે સમયે સુરતના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં 5 થી 8 ફૂટ જેટલાં પાણી ભરાઈ જતા હોય છે ત્યારે રેસ્ક્યુ કરવાની ફરજ પડતી હોય છે જેને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ દ્વારા તમામ વિભાગને એલર્ટ કરી દીધા છે.
વરસાદ શરૂ થતાની સાથે જ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મહેર જોવા મળતી હોય છે દરેક ચોમાસા દરમિયાન હંમેશા સુરતમાં પૂર જેવી સ્થિતિ નિર્માણ દર વર્ષે થઈ જતી હોય છે.
શહેર અને જિલ્લામાં વધુ પડતો વરસાદ થાય તો ખાડી પૂરની સ્થિતિ ઉભી થાય છે જેના કારણે તેની આસપાસ રહેતા હજારો લોકોને તાત્કાલિક અસરથી સ્થળાંતર કરવાની ફરજ પડતી હોય છે તેવા સમયે સુરત ફાયર વિભાગ દ્વારા યોગ્ય અને ઝડપથી કામગીરી કરવામાં આવે તે ખુબ જરૂરી બની રહે છે જેને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ દ્વારા આગોતરું આયોજન કરી લેવામાં આવ્યું છે જેથી કરીને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન ઉભી થાય.
સુરત શહેરમાં પૂરનું સંકટ હંમેશાં થોડા તું રહે છે ત્યારે સુરત શહેર વિભાગના તમામ ફાયર સ્ટેશનો ને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. રેસ્ક્યુ બોટ 34 પાવર બોન્ઝો મશીન 65 રિંગ બોયા જેકેટ 500 સહિતના ઇક્વિપમેન્ટ સાથે ફાયર વિભાગ તૈયાર થઈ ગયું છે. વિભાગના તમામ ઓફિસરોને અને જવાનોને ચોમાસામાં પૂર જેવી સ્થિતિમાં રેસ્ક્યુ ઓપરેશનની તાલીમ આપી દેવામાં આવી છે…
વરસાદને લઇ સુરત શહેર ની ફાયર વિભાગ એલર્ટ.
ફાયર વિભાગ દ્વારા ફસાયેલા લોકોને રેસ્ક્યું કરવા કરાઈ વિશેષ તૈયારી.
ફાયર વિભાગ દ્વારા બનાવાઈ જુદી જુદી ટીમ.
ફાયર ટીમ દ્વારા સ્પેશ્યલ બોટ તૈયાર કરાઈ.
વરસાદની આગાહીને પગલે સુરત સહિત જિલ્લામાં ફાયરની ઝડપથી પહોંચી વળવા તૈયાર.
શહેરના નીચાણવાળા વિસ્તારો કે આસપાસ ગામોમાં પહોંચી વળવા ફાયરની અગાઉથી તૈયારી.