કેમ્પની કામગીરીની સમીક્ષા કરતાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવા
આઝાદીનાં અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારનાં ૨૦ વર્ષનાં વિશ્વાસ અને વિકાસની ગાથા રજૂ કરતાં “વંદે ગુજરાત વિકાસ યાત્રા” નો ભાવનગર જિલ્લાના માલણકા ગામ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ તકે લોકોને ગામમાં જ સુખ સગવડ મળી રહે તેમજ આરોગ્યમાં વૃદ્ધિ થાય એ હેતુ થી ગામ માં જ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનાં કાર્ડ ની શિબિર યોજાઇ હતી.
ગ્રામીણ લોકોને ઘર આંગણે સુવિધા મળી રહે એ હેતુથી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનાં કાર્ડ તથા માં વાત્સલ્ય કાર્ડની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનાં ૧૦૬ કાર્ડ તેમજ માં વાત્સલ્યનાં ૧૫૩ કાર્ડ કાઢવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત કોરોના વેક્સિનનાં બીજા ડોઝમાં બાકી ગામ લોકોને વેકશીનેશન કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર કામગીરીની સમીક્ષા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવાએ કરી હતી અને ગામ લોકોને વેક્સિન લેવાં માટે તેમજ ગામમાં જ યોજાયેલ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનાં કાર્ડની શિબિરનો લાભ લેવાં અપીલ કરી હતી.