ભાવનગરના ભરતનગર વિસ્તારની સરદાર વલ્લભભાઈ પટેલ પ્રાથમિક શાળા ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રાનું રથનું હર્ષોલ્લાસ સાથે સ્વાગત
કેન્દ્ર સરકારની લોકોભિયોગી નીતિને કારણે એક જ સ્થળેથી અનેક યોજનાઓના લાભાર્થીઓને કીટ વિતરણ- કોર્પોરેટરશ્રી મહેશભાઇ વાજા
સરકારના વિકાસકાર્યોની મહેંક જન-જન સુધી પહોંચે તે માટે આયોજિત ‘વંદે ગુજરાત વિકાસયાત્રા’ના પાંચમા દિવસે ભાવનગરના ભરતનગર વિસ્તારમાં યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત ૨૫૦ થી વધુ લોકોએ ગુજરાતના ૨૦ વર્ષના વિકાસકાર્યોથી માહિતગાર થયા હતા. આ પ્રસંગે શહેરીજનોની સુખાકારી માટે ભરતનગર ખાતે આર. સી. સી. રોડ તથા પેવર રોડ નું ખાતમુર્હત કરવામાં આવ્યું હતું
ગુજરાત માં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસનાં કામોને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજરોજ ભાવનગરનાં ભરતનગર વિસ્તારની સરદાર વલ્લભભાઈ પટેલ પ્રાથમિક શાળા નં. ૭૬ ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રાનાં રથનું હર્ષોલ્લાસ સાથે સ્વાગત કોર્પોરેટરશ્રી મહેશભાઇ વાજા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ અંગે ભરતનગર ખાતે યોજાયેલાં કાર્યક્રમમાં કોર્પોરેટરશ્રી મહેશભાઇ વાજાએ જણાવ્યું કે, આજથી ૨૦ વર્ષ પહેલાની સ્થિતિ અને છેલ્લા ૨૦ વર્ષમાં વિવિધ ક્ષેત્રમાં થયેલા વિકાસથી લોકો વાકેફ છે. નાગરિકોને કેન્દ્રમાં રાખી ભાવનગરનો વિકાસ તેજગતિથી થઈ રહ્યો છે. ગુજરાતની સાથોસાથ ભાવનગરે વિકાસના ઉચ્ચ શિખરો સર કર્યા છે. કેન્દ્ર સરકારની નીતિઓએ લોકોના જીવનમાં ધળમૂળથી પરિવર્તન લાવવાનું કાર્ય કર્યું છે. વિકાસના કાર્યો આજે સીધા લોકો સુધી પહોંચી રહ્યા છે કેન્દ્ર સરકારની લોકોભિયોગી નીતિને કારણે એક જ સ્થળેથી અનેક યોજનાઓના લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવી રહ્યું છે
તેમણે વધુમાં ઉમેર્યું કે, સામાન્યમાં સામાન્ય માનવીનું જીવનનું સ્તર ઉંચું આવે તે માટે સરકારની વિવિધ યોજનાઓથી અવગત કરાવવાં માટે આપના આંગણે આ રથ આવ્યો છે. વડાપ્રધાનશ્રી ની રાત-દીવસની કાર્યશૈલીને લીધે આજે સમગ્ર વિશ્વમાં આપડા દેશનું ગૌરવ વધ્યું છે ડબલ એન્જિનવાળી સરકાર દ્વારા સૌના સાથ અને સૌના વિકાસના મંત્રને રાજ્ય સરકારે ખરા અર્થમાં ચરિતાર્થ કર્યો છે.
આ અવસરે વાનગી સ્પર્ધામાં વિજેતા બનેલી બહેનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી. તેમજ મહિલા અને બાળ વિકાસ, પી. જી. વી. સી. એલ., આયુષ્યમાન કાર્ડ, ઊજજ્વલા યોજના સહિતના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે લીગલ કમિટી નાં ચેરમેન શ્રી કિશોરભાઇ ગુરુમુખાણી, નગર સેવિકા શ્રીમતિ ભાવનાબેન ત્રિવેદી, નગર સેવિકા શ્રીમતિ મીનાબેન મકવાણા, વોર્ડ નાં પ્રભારી શ્રીમતિ સીમાબેન કેશરી, દક્ષિણ સરદારનગર ભા. જ. પા. વોર્ડ પ્રમુખ શ્રી અમિતભાઈ અંધારીયા, શાળાનો શિક્ષણ ગણ તેમજ સરદારનગર અને ભરતનગર વિસ્તારના નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.