ઉમરાળા ગામે કેન્દ્રવર્તી કુમાર શાળા ૧માં ધોરણ ૬માં અભ્યાસ કરતા ભરત બારૈયાના પિતા નિતેશભાઈ બારૈયા ઉમરાળા ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવે છે
તાજેતરમાં જાહેર થયેલ જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ ૬માં પ્રવેશ માટે પરીક્ષા પાસ કરીને પ્રવેશ મેળવીને ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે.
રાજ્યના તમામ જીલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયની એક એક સ્કુલ આવેલ હોય છે તેમાં ભાવનગર જીલ્લાના તળાજા તાલુકાના ત્રાપજ ગામે આવેલ તેમાં કુલ ૮૦ વિદ્યાર્થીઓ માટે જગ્યા હોય છે. શહેર અને ગામડાની સીટ અલગ અલગ હોય છે. તેવી રીતે જાતિ અનામત અને સ્ત્રી અનામત અને દિવ્યાંગ અનામતની જગ્યાઓ અલગ અલગ હોય છે.
ભાવનગર જીલ્લામાં ગ્રામ્યના જનરલ વિદ્યાર્થીઓની ૨૧ જગ્યા છે જેમાં પણ ૧૦ સીટ અનામત કેટેગરીના વિદ્યાર્થીઓને જનરલમાં મળી ગયેલ છે અને બિન અનામત કેટેગરીના ગ્રામ્યના છોકરાઓને સમગ્ર જીલ્લામાં ૧૧ જ સીટ મળેલ છે જેમાં ભરત નિતેશભાઈ બારૈયાએ સ્થાન મેળવીને ઉમરાળા કેન્દ્રવર્તી કુમારશાળા નં.૧નું ગૌરવ વધારેલ છે. આ પરીક્ષામાં સમગ્ર ઉમરાળા તાલુકામાં ૨(બે) જ બાળકો સિલેક્ટ થયેલ છે.
ઉમરાળા ગામના તલાટી કમ મંત્રી નિતેશભાઈ બારૈયા દ્વારા પૂરી નિષ્ઠાથી ફરજ બજાવતા હોય અને ઓફિસ સમય કરતા પણ વધુ સમય આપીને લોકોના કામ પોતાની જવાબદારી સમજીને તરત જ કરી આપતા હોય જેના પરિણામ સ્વરૂપ તેમના પુત્રને આ સફળતા મળી હોય તેવું લાગી રહ્યું છે
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા