શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી ખાતે વિવિધ વિસ્તારો આવેલા છે જેમાં ભાટવાસ પાસે રાજેન્દ્રનગર આવેલું છે.
રાજેન્દ્ર કાકા અને શકુકાકી ના મોટા પુત્ર દીપ ત્રિવેદી અને ગીતાબેન ની પુત્રી ટીના ત્રિવેદી તાજેતરમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા એપ્રિલ 2022 મા બીસીએ સેમીસ્ટર 4 ની પરીક્ષામા સમગ્ર સાબરકાંઠા મા પ્રથમ સ્થાન મેળવીને પ્રથમ સ્થાન મેળવ્યું છે.
ટીના ત્રિવેદી હિંમતનગર ની વિદ્યાનગરી કોલેજની વિદ્યાર્થીની છે અને પોતાનાં માતાપિતા અને ભાઈ સાથે ઈડર રહે છે. ટીના ત્રિવેદી સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ નંબર લાવી પોતાના પરિવાર અને સમાજમાં નામ રોશન કરેલ છે.
અંબાજી પ્રહલાદ પૂજારી