શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે .અંબાજી ધામમાં વિવિધ પ્રકારની ખાનગી અને સરકારી બેંકો આવેલી છે ત્યારે 20 જુલાઈના રોજ અંબાજી ખાતે આવેલી ગ્રામ પંચાયત સંચાલીત હાઈસ્કુલમાં એચડીએફસી બેંક દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. જેમાં અંબાજી શાખાના બેંક મેનેજર હાર્દિક પટેલ,
સ્ટાફના સંકેતકુમાર ઉપાધ્યાય, મુકેશ પટેલ સહિત શાળાના આચાર્ય શૈલેન્દ્રસિંહ રાજપુત અને સહ શિક્ષકો સહિત અંબાજી ગ્રામ પંચાયતના અગ્રણી લોકો હાજર રહ્યા હતા.
દેશમાં પ્રાઇવેટ સેકટરની અગ્રણી બેંક એચડીએફસીની અંબાજી શાખા દ્વારા દર વર્ષે આવા વૃક્ષારોપણના કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં અંબાજીની વિવિધ શાળાઓમાં વૃક્ષો વાવીને બાળકોમાં વૃક્ષનું મહત્વ સમજાવવા અને હરીત ક્રાંતિ વિષે સજાગ બનાવવાનો મુખ્ય હેતુ રહેલો છે.
વિશ્વમાં ફેલાઈ રહેલા અસહ્ય ગરમીના પ્રમાણ અને વાયુ પ્રદુષણના લીધે વિવિધ પ્રકારના શ્વાસ અને અન્ય પ્રકારની બીમારીઓ વાતાવરણ પ્રદૂષિત બનવાના લીધે ફેલાઈ રહી છે. ત્યારે વૃક્ષો ફક્ત છાયડોને ફળ-ફૂલ આપવાની સાથોસાથ આપણને કુદરતી રીતે મફતમાં ઓકસીજન વાયુ આપવાનું અને કાર્બન ડાયોક્સાઈડ યુક્ત દૂષિત વાયુને શોષિત કરવાનું કાર્ય પણ કરે છે.
ત્યારે હાલના સમયમાં વન-વૃક્ષોના નાશ થવાના લીધે વાતાવરણના અસંતુલનને કારણે અસહ્ય ગરમી, ઠંડી અને વરસાદની સ્થિતિ ઊભી થવા પામી છે. ત્યારે વૃક્ષારોપણ કરી વાતાવરણને સંતુલિત કરવા અને પૃથ્વીનો નાશ થતો બચાવવા અર્થેના લોક કલ્યાણનાં કાર્યક્રમ યોજી ઉમદા કામગીરી બેંક શાખા દ્વારા કરવામાં આવી રહી છે.
અંબાજી પ્રહલાદ પૂજારી