મુંબઈ સ્થિત માનવ જ્યોત પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટનાં સૌજન્યથી ૪૪૩ મો નેત્રયજ્ઞ
શ્રી સુધાબહેન શાહના સૌજન્ય થી સ્વ. કનુભાઈ શાહની સ્મૃતિમાં ૪૪૨ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ શિશુવિહાર સંસ્થામાં યોજાયો હતો.
આ ઉપરાંત મુંબઈ સ્થિત માનવ જ્યોત પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટનાં સૌજન્યથી ૪૪૩ મો નેત્રયજ્ઞ શિશુવિહાર સંસ્થાના પ્રાંગણમાં યોજાયો હતો.
ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથા શિવાનંદ આઈ હોસ્પિટલના સહયોગથી યોજાયેલ પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં ૧૧૧ દર્દીઓની આંખ તપાસ ડૉ. શ્રી સૌરવભાઈ મહાજનની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
આ તમામ આંખના દર્દીઓને શિશુવિહાર પરિસરમાં ડૉ. મીનાક્ષીબહેન ભરતભાઈ ગરીવાલા ભોજનાલયમાં સવારે ચા-નાસ્તો તથા બપોરે ભોજન બાદ જરૂરિયાત મંદ ૨૮ દર્દીઓને કેટરેક્ટ (મોતિયાની) સર્જરી માટે તેમજ દર્દીઓના ૨૮ સહાયકોને ખાસ બસમાં વિરનગર લઈ જવામાં આવ્યાં હતાં.
દર્દી દેવો ભવની ભાવનાથી વર્ષ: ૧૯૬૮ થી ચાલતાં પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં શિશુવિહાર સંસ્થાના તમામ કાર્યકરોએ તથા નેત્રયજ્ઞનાં દાતા શ્રી રસેન્દુભાઈ ઓઝાએ સેવા આપી હતી.