જૂનાગઢ શ્રી રૂદ્રેશ્વર જાગીર આશ્રમના પ.પૂ મહંતશ્રી ઇન્દ્રભારતી બાપુ દ્વારા મિશન ભારત રત્ન અભિયાનમાં સમર્થન
1800 પાદરના ધણી જેઓના નામથી સમગ્ર ભારતમાં લગભગ કોઈ અજાણ ન હોય તેવા રાષ્ટ્રભકત જેમની દેશ સેવા, લોકસેવાની સુવાસ આજે પણ કાયમ છે. લોકશાહી સ્થાપવામાં જેમનો સિંહ ફાળો છે અને પ્રથમ રજવાડું સુપ્રત કરવા જેમણે સૌ પ્રથમ પહેલ કરી અને આમ નાગરિક બની ગયા એવા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન મળે તે બાબતે છેલ્લા 2 વર્ષથી એક “મિશન ભારત રત્ન” અભિયાન લઈને નીકળેલા સિહોરના યુવાન જિજ્ઞેશ કંડોલિયાને સાધુ સંતો, રાજકીય પ્રતિનિધિઓ વગેરેનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે અને આ અભિયાન વેગવાતું બની ગયું છે ત્યારે આજરોજ જૂનાગઢ શ્રી રૂદ્રેશ્વર જાગીર આશ્રમના પ.પૂ મહંતશ્રી ઇન્દ્રભારતી બાપુ દ્વારા મિશન ભારત રત્ન અભિયાનમાં સમર્થન આપી ઉષ્માસભર અવકાર્યું હતું તેઓ ધર્મપ્રેમીની સાથોસાથ રાષ્ટ્રવાદી વિચારધારા પણ ધરાવે છે.
અને તેમણે કહ્યું કે ” વર્ષ 2010માં નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમને પણ આ મહારાજા કૃષ્ણકુમારસિંહજી વિશે તેમજ રજવાડાની યાદી વિશે પણ વાત કરી હતી અને આપણા મુખ્યમંત્રી હવે પ્રધાનમંત્રી બની ગયા છે.
એટલે તેમના મનમાં આ બાબત છે જ અને ટૂંક જ સમયમાં આ અભિયાનનું સ્વપ્ન સાકાર થશે તેવા શુભ આશિષ પણ આપ્યા હતા તેમજ આ બાબતે ગુરુ મહારાજને પ્રાર્થના કરીશું અને તમે ફરી મને 12 વર્ષ પછી મહારાજા કૃષ્ણકુમારસિંહજીની સ્મૃતિ તાજી કરાવી છે એટલે હવે આ અભિયાન મારુ પોતાનું છે.
એટલે હું પણ આ ભારત રત્ન અભિયાન બાબતે પૂરો પ્રયત્ન કરીશ તેવું ખાસ જણાવ્યુ હતુ. આ પ્રવાસ મુલાકાત દરમિયાન અભિયાનના સંચાલક જીજ્ઞેશ કંડોલિયા,વનરાજભાઈ પરમાર, મલયભાઈ રામાનુજ અને રવિભાઈ બારૈયા જોડાયા હતા.
અહેવાલ ધમૅન્દ્રસિંહ સોલંકી વલભીપુર