ગુજરાત સરકાર દ્વારા પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે,જેના કારણે આમજનતાને રોજિંદા જીવનમાં ઘણો અસર પડ્યો છે…
આ વાતને ધ્યાનમાં લઈને ઉષા યુ.આર ફાઉન્ડેશનની પ્રેસિડન્ટ એક અનોખી પહેલ કરી છે તેમણે અમદાવાદના નજીક આવેલા નાના નાના ગામડાઓમાં જઇને ત્યાં લાગતા નાના એવા માર્કેટોમાં સામાન વેચનારને અને સામાન ખરીદનાર ગૃહિણીઓને કાગળ ની થેલી નું વિતરણ કર્યું..
પ્લાસ્ટિક આપણા પર્યાવરણને નુકસાન કારક છે તેવા ઉદ્દેશ ને લઈને આ રીતે પ્લાસ્ટિક ઉપર અંકુશ લાવવા નો એક નવો અને અનોખો પ્રયાસ કર્યો…
આવા ઘણા ગામડાઓની અંદર જઈને તેમના લાગતાં શાકભાજી માર્કેટમાં શાકભાજી વેચનાર ખરીદનારને તેમણે પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ કરવો નહીં અને પેપર થેલીઓનો ઉપયોગ કરવા જન જાગૃતિ ફેલાવી…
આ સંસ્થા છેલ્લા બે વર્ષથી આપણા સમાજને હિતના લાગતા સામાજિક કાર્યો કરતી આવી છે… સંસ્થાના સ્થાપક પોતે એક લેખક છે સામાજિક કાર્યકર્તા , કાઉન્સેલર અને સાથે જ કાનૂની સલાહકાર પણ છે…
આ સંસ્થા ભારત દેશના કેટલાક શહેરોમાં કાર્યરત છે,ટીમ દ્વારા જરૂરતમંદ લોકોને મદદ કરવા એવા અનેક સામાજીક કાર્યો કરવામાં આવે છે…