દશામાના વ્રત 10 દીવસ સુધી ચાલશે ત્યારે લોકો અમાવસ અગાઉ માતાજીની મુર્તિ ઘરે લાવીને માતાજીની સ્થાપના કરે છે.હાલમાં મૂર્તિનો ભાવ વધતા ભક્તોને મૂર્તિ માટે કોઈજ તક્લીફ ન પડે તે માટે હેમંતભાઈ દવે આગળ આવ્યાં છે. મફતમાં દશામાતાની મુર્તીઓ અપાતા વેપારીઓને ફાયદો થાયકે ન થાય પણ શ્રધ્ધાળુ ગ્રાહકોને ચોક્કસ ફાયદો થયો છે. ગુજરાતભર મા દશામાંના વ્રતનો અનેરો મહિમા છે અમાવસ થી 10 દિવસના દશામાના વ્રત રાજ્યભર મા પ્રારંભ થઇ ગયા છે.
આ વ્રત અમાવસ ના દિવસે શરુ થતા હોવાથી વ્રત કરતી બહેનો દશામાંની મૂર્તિ અમાવસ ના પૂર્વેજ લાવી ને તેની પ્રતિષ્ઠા કરે છે અને જયારે ખરીદી કરવાના સમયે પણ દુકાનદાર ને ત્યાં દશામાં ની પૂજા અર્ચના કરી મૂર્તિ પોતાના ઘરે લઇ જાય છે.જોકે આ વખતે વધેલી મોંઘવારીને લઈ અંબાજી ના એક દાતા બિલ્ડર હેમંતભાઈ દવે દ્વારા 551 દશામાંની મૂર્તિ વિનામૂલ્ય વિતરણ કરી હતી ને સાથે માતાજીનું પૂજાપો પણ નિઃશુલ્ક અપાયો હતો.
જોકે વ્રત કરનારી બહેનો માતાજીની મૂર્તિ મફત માં ન લેતી હોઈ પોતાની ઈચ્છા પ્રમાણેની રકમ ભેટ ધરી હતી અને આ ભેટ માં ધરાયેલી રકમ પણ દાતા હેમંત ભાઈ દવે એ પશુના ઘાસચારા માટે વાપરવામાં આવશે તેમ બિલ્ડર હેમંતભાઈ દવે (મૂર્તિ ના દાતા)અંબાજી એ જણાવ્યું હતું.
જોકે આ વખતે સૌપ્રથમ વખત દશામાંની મૂર્તિ તેમજ પૂજાપો નિઃશુલ્ક વિતરણ કરાયો હોવાથી મૂર્તિ વેચનારા વેપારીઓને વેપારમાં મોટી અસર જોવા મળી હતી.આજની મોંઘવારીમાં લોકો નિઃશુલ્ક મૂર્તિ સાથે જે મોટી સાઈઝ ની મૂર્તિઓ ની પ્રતિષ્ઠા કરવા માંગતા હોય તેવા લોકો બજાર માંથી દશામાં ની મૂર્તિઓ ખરીદી હતી પણ જ્યા મફતમાં મુર્તી મળતી હોવાથી વેપાર ઉપર મોટી અસર પડી છે .
જોકે હાલ તબક્કે દશામાતા ના વ્રત ની આસ્થા વધતા અનેક લોકો દશામાં ની મૂર્તિ ની પ્રતિષ્ઠા કરી દસ દિવસ ના વ્રત કરે છે ને દસમા દિવસે દશામાં ની પ્રતિમાને પાણી માં વિસર્જન કરતા હોય છે ને મફતમાં દશામાતાની મુર્તીઓ અપાતા વેપારીઓને ફાયદો થાયકે ન થાય પણ શ્રધ્ધાળુ ગ્રાહકોને ચોક્કસ ફાયદો થયો છે.
અંબાજી પ્રહલાદ પૂજારી