શિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા સર્વ નાગરિકોમાં સરકાર દ્વારા તાજેતરમાં સિટીઝન પોર્ટલ એપ ઉપર શરૂ કરેલ e -FIR અંગે તથા સાઇબર ક્રાઇમ અંગે જાગૃત કરાયા
સિહોર પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેકટર કે.ડી ગોહિલ દ્વારા તેમજ હે.કો.ડી.કે ચૌહાણ ક્રાઇમ વિભાગના પો.કો. ગૌતમભાઈ દવે સહિત સ્ટાફ દ્વારા સિહોર શ્રીમતી જે જે મહેતા ગર્લ્સ હાઇસ્કુલના આચાર્ય અમીષાબેન પટેલ તેમજ આકર્યક્રમના ખાસ અતિથિ વિશેષ તરીકે સિહોર ના સામાજીક કાર્યકર અને શંખનાદ ન્યુઝ ચેનલ ના માલિક તેમજ જિલ્લા પત્રકાર પરિષદના પ્રમુખ મિલનભાઈ કુવાડીયા ની ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ સાથે શાળાના અન્ય સ્ટાફ તેમજ શાળા માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની બહેનોએ ઇ-એફ.આઇ.આર અંગે માર્ગદર્શન આપતા હાલમાં ટેકનોલોજીનો ખુબ જ ઝડપ થી વિકાસ થઈ રહ્યો છે ત્યારે નાગરિકોની સલામતી સુરક્ષા સાથે અનુકૂળતા જળવાઈ રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં (onlain_ FIR) ની સુવિધા અંતર્ગત સિટીઝન પોર્ટલ એપ ઉપર e – FIR ની સુવિધા અંતર્ગત સિટીઝન પોર્ટલ એપ ઉપર e_ FIR નવું સર્જન ઉમેરવામાં આવેલ હોય જે તેના ઉપયોગ અને લાભ અંગે જન જાગૃતિ લાવવા માર્ગદર્શન આપી તેના માધ્યમથી આ એપ બાબતે તેઓના પરિવારને જાણ કરી એપના ઉપયોગ અને લાભ બાબતે આપવા જણાવવામાં આવેલ,તેમજ હાલમાં બનતા સાયબર ક્રાઇમના બનાવો અટકાવવા માટે જાણકારી તેમજ માહિતગાર આપી માર્ગદર્શન આપવામાં આવેલ .
જે અંગે કાર્યક્રમનું સંચાલન સંસ્થાના શિક્ષિકા નંદાબેન તપોજન તેમજ પો.કો ગૌતમભાઈ દવે કરેલ અને સંસ્થાના આચાર્ય અમીષાબેન પટેલ દ્વારા સિહોર પોલીસ અધિકારી કે.ડી.ગોહિલ અતિથિ વિશેષ મિલનભાઈ કુવાડિયા,પોલીસ સ્ટાફ તેમજ મીડિયા મિત્રો નો આભાર વ્યક્ત કરેલ
રીપોર્ટ નિલેષ ઢીલા